Monday, 23 December, 2024

Sukh Ma Mata Dukh Ma Mata Lyrics in Gujarati

154 Views
Share :
Sukh Ma Mata Dukh Ma Mata Lyrics in Gujarati

Sukh Ma Mata Dukh Ma Mata Lyrics in Gujarati

154 Views

હો દુનિયાના રંગ બદલાતા હો …હો
સુખમાં માતા અલ્યા દુઃખમાં માતા

હો આભ ધરતી ભલે જુકી જતા હો …હો
સુખમાં માતા અલ્યા દુઃખમાં માતા

હો તડકોને છાયો આવેને જાય
માતાનું નોમ કદી ના ભુલાય
તડકોને છાયો આવેને જાય
માતાનું નોમ કદી ના ભુલાય

હો જય માતાજી બોલું આવતા જતા હો …હો
સુખમાં માતા અલ્યા દુઃખમાં માતા

હો દુનિયાના રંગ બદલાતા હો …હો
સુખમાં માતા અલ્યા દુઃખમાં માતા
હે સુખમાં માતા અલ્યા દુઃખમાં માતા

હે ઘડીક આવે સુખ ઘડીક આવે દુઃખ
તોય અમને અમારા માતાજીની ભુખ
હે કોઈ પણ રૂપ કોઈ પણ સ્વરૂપ
માતા અમને એક દડો મળશે સનમુખ
હે ભરોહો અમને એનો રે ભારે
મળશે રે માતા આ અવતારે
ભરોહો એનો એમને રે ભારે
મળશે રે માતા આ અવતારે

હે નોમ લેતા કોમ થઇ જતા હો …હો
સુખમાં માતા અલ્યા દુઃખમાં માતા

હો દુનિયાના રંગ બદલાતા હો …હો
સુખમાં માતા અલ્યા દુઃખમાં માતા
હે સુખમાં માતા અલ્યા દુઃખમાં માતા

હો વસ્તી બાને કરતી નોખી નોખી વાતો
તોય અમારા મોઢે આવે ના ફરિયાદો
હે જેને જે કેવું હોઈ એ રે કેવાદો
અમને મારી માતાનો દીવો હચવાદો
હો માળા અમારી માતાના નામે
માતા બેઠી મારા ઘરના સરનામે
માળા અમારી માતાના નામે
માતા બેઠી મારા ઘરના સરનામે

હે દીવાની દિવેટમાં દેખાતા હો …હો
સુખમાં માતા અલ્યા દુઃખમાં માતા

હે રાજલ ધવલ મિત્તલ ગાતા હો …હો

સુખમાં માતા અલ્યા દુઃખમાં માતા

હે દુનિયાના રંગ બદલાતા હો …હો
સુખમાં માતા અલ્યા દુઃખમાં માતા
હે સુખમાં માતા અલ્યા દુઃખમાં માતા
હે સુખમાં માતા અલ્યા દુઃખમાં માતા

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *