Saturday, 27 July, 2024

Sumantra find no answer

83 Views
Share :
Sumantra find no answer

Sumantra find no answer

83 Views

लोग पूछेंगे तो मै क्या उत्तर दूँ – सुमंत्र की वेदना
 
जिमि कुलीन तिय साधु सयानी । पतिदेवता करम मन बानी ॥
रहै करम बस परिहरि नाहू । सचिव हृदयँ तिमि दारुन दाहु ॥१॥
 
लोचन सजल डीठि भइ थोरी । सुनइ न श्रवन बिकल मति भोरी ॥
सूखहिं अधर लागि मुहँ लाटी । जिउ न जाइ उर अवधि कपाटी ॥२॥
 
बिबरन भयउ न जाइ निहारी । मारेसि मनहुँ पिता महतारी ॥
हानि गलानि बिपुल मन ब्यापी । जमपुर पंथ सोच जिमि पापी ॥३॥
 
बचनु न आव हृदयँ पछिताई । अवध काह मैं देखब जाई ॥
राम रहित रथ देखिहि जोई । सकुचिहि मोहि बिलोकत सोई ॥४॥
 
(दोहा)   
धाइ पूँछिहहिं मोहि जब बिकल नगर नर नारि ।
उतरु देब मैं सबहि तब हृदयँ बज्रु बैठारि ॥ १४५ ॥
 
લોકો પ્રશ્ન કરશે તો હું શું જવાબ આપીશ – સુમંત્રની વ્યથા
 
(દોહરો) 
પતિને તન મન વચનથી જેમ માનતાં દેવ
કરે પવિત્ર પતિવ્રતા કુલીન નારી સેવ;
 
તજાય પતિથી કર્મવશ વ્યથિત થાય તો જેમ
સુમંતના હૈયે થઇ વ્યથા ભયંકર તેમ.
*
લોચન સજલ દ્રષ્ટિ બની અંધ, સુણે ન શ્રવણ, બની મતિ મંદ;
અધર સુકાયા, વ્યથિત વદન, અવધિ દ્વાર ઉર, ના’વ્યું મરણ.
 
થયા વિવર્ણ, ન સુલગ રહ્યા; ઘાતક પિતૃતણા ન થયા
હોય ગ્લાનિ અતિ વ્યાપી એમ, યમલોક જતો શોકિત જેમ.
 
બોલાય નહીં વચન કશું, પશ્ચાતાપ થતો હૃદય હજુ;
રામરહિત રથને નીરખી બનશે અવધ સમસ્ત દુઃખી.
 
(દોહરો)  
દોડી મુજને પૂછશે વિકલ નગર નર નાર
વજ્ર ઉરે આપીશ હું ઉત્તર શું તે કાળ ?

 

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *