Saturday, 27 July, 2024

Sunaina meet Kaushalya

102 Views
Share :
Sunaina meet Kaushalya

Sunaina meet Kaushalya

102 Views

सुनयना कौशल्या से मिली
 
एहि बिधि सकल मनोरथ करहीं । बचन सप्रेम सुनत मन हरहीं ॥
सीय मातु तेहि समय पठाईं । दासीं देखि सुअवसरु आईं ॥१॥
 
सावकास सुनि सब सिय सासू । आयउ जनकराज रनिवासू ॥
कौसल्याँ सादर सनमानी । आसन दिए समय सम आनी ॥२॥
 
सीलु सनेह सकल दुहु ओरा । द्रवहिं देखि सुनि कुलिस कठोरा ॥
पुलक सिथिल तन बारि बिलोचन । महि नख लिखन लगीं सब सोचन ॥३॥
 
सब सिय राम प्रीति कि सि मूरती । जनु करुना बहु बेष बिसूरति ॥
सीय मातु कह बिधि बुधि बाँकी । जो पय फेनु फोर पबि टाँकी ॥४॥
 
(दोहा)  
सुनिअ सुधा देखिअहिं गरल सब करतूति कराल ।
जहँ तहँ काक उलूक बक मानस सकृत मराल ॥ २८१ ॥
 
સુનયના કૌશલ્યાને મળે છે
 
એમ મનોરથ સઘળાં કરે પ્રેમવચનથી મનને હરે;
દાસી સીતા-જનનીતણી આવી એ સમયે ત્યાં ઘણી.
 
સીતા સાસુતણો અવકાશ સુણી જનકનો રાણીવાસ
પધારતાં કીઘું સન્માન કૌશલ્યાએ પ્રાણસમાન.
 
શીલસ્નેહ બંનેના ઓર દ્રવે દેખતાં કુલિશ કઠોર;
શિથિલ થયાં તન પુલકિત તેમ, શોકિત ઉરથી ટપક્યો પ્રેમ.
 
(દોહરો)
પગથી ખોતરતી રહી જમીનને સઘળી,
પ્રેમમૂર્તિ પ્રગટી સ્વયં કરુણા વેશ ધરી.
 
સીતામાતા સુનયના ત્યારે બોલી કે
વક્ર બુદ્ધિ વિધિની ખરે વિનાશકારક છે.
 
કોમળ કે નિર્દોષ પર વિપત્તિને નાખે,
અમૃતની વાતો થતી, ઝેર બધે રાખે.
 
વિધાતાતણાં છે કહ્યાં કામ બધાંય કરાળ;
જ્યાં ત્યાં કાગ ઉલૂક બક, માનસ સરે મરાલ.

 

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *