સુરત દેશનું સૌથી સ્વચ્છ શહેર
By-Gujju11-01-2024
સુરત દેશનું સૌથી સ્વચ્છ શહેર
By Gujju11-01-2024
ગુજરાતીઓ અને ખાસ કરીને તો સુરતીલાલા માટે સૌથી મોટા ખુશીના સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, આ વર્ષે ઈન્દોરની સાથે સુરતે પણ સ્વચ્છ સર્વેક્ષણમાં પ્રથમ નંબર મેળવ્યો છે.
તાજેતરના સ્વચ્છતા સર્વેક્ષણમાં ઈન્દોરે સતત સાતમી વખત સૌથી સ્વચ્છ શહેરનું બિરુદ મેળવ્યું છે, જોકે આ વખતે ઈન્દોરની સાથે સુરતને પણ સ્વચ્છ સર્વેક્ષણમાં પ્રથમ નંબર મળ્યો છે. સ્વચ્છતા પ્રત્યે તેની પ્રતિબદ્ધતા દર્શાવતા ઈન્દોર સૌથી વધુ પોઈન્ટ સાથે રેન્કિંગમાં ટોચ પર છે.
નોંધનીય છે કે, સર્વેની ટીમે વરસાદની મોસમમાં ઈન્દોરની મુલાકાત લીધી હતી તેમ છતાં શહેરની સ્વચ્છતા જોવા જેવી હતી. તમને જણાવી દઈએ કે, 7 વર્ષમાં પહેલીવાર ઈન્દોર સિવાય અન્ય કોઈ શહેર નંબર વન બન્યું છે.રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નવી દિલ્હીમાં ભારત મંડપમ કન્વેન્શન સેન્ટર ખાતે આ એવોર્ડ આપ્યો હતો.
સી. આર. પાટીલે આ અંગે ખુશી વ્યક્ત કરતાં કહ્યું કે, વર્ષો પહેલા સ્વચ્છતાના કારણે સુરત બદનામ હતું, જેનું દુઃખ પણ હતું. જોકે, આ વખતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ડાયમંડ બુર્સના લોકાર્પણ વખતે એક અઠવાડિયા સુધી સુરતમાં સફાઈ થવી જોઈએ તેવી અપીલ કરી હતી, જેનું આજે પરિણામ મળ્યું અને સુરત પ્રથમ વખત પહેલા નંબરે આવ્યું છે. આ નંબર કાયમ રહે તે માટે સૌ કોઈએ સહિયારો પ્રયાસ કરવો જોઈએ તે માટે પાટીલે સ્વચ્છતાની અપીલ પણ કરી છે.