સૂતી વખતે પ્રાર્થના
By-Gujju01-05-2023
332 Views
સૂતી વખતે પ્રાર્થના
By Gujju01-05-2023
332 Views
વંદન કરું પ્રભુ ચરણોમાં આજે,
કોટિ પ્રણામ કરું પ્રેમે રે ..
જાણ્યે અજાણ્યે ભૂલો કીધી મેં
આખા દિવસમાં આજે રે ..
ક્ષમા કરી દો બાળ ગણીને,
અંકે પોઢાડો મને આજે રે …
રાતભર મીઠી ઉંઘ તમે આપજો,
સ્વપ્નામાં પ્રેમે પધારજો રે…
મા સર્વેશ્વરીનો સાદ સુણીને
પ્રત્યક્ષ પ્રેમે પધારજો રે …
– મા સર્વેશ્વરી