Saturday, 21 December, 2024

સુવા દાણા ના ફાયદા

592 Views
Share :
સુવા દાણા ના ફાયદા

સુવા દાણા ના ફાયદા

592 Views

આજ ના આર્ટીકલ ની અંદર માહિતી લાવ્યા છીએ સુવા વિશે તો ચાલો જાણીએ સુવા ના ફાયદા,સુવા ના પાંદડા ના ફાયદા, સુવા દાણા ના ફાયદા,સુવાદાણા ના ફાયદા,સુવા ભાજી ના ફાયદા – suva ni bhaji na fayda, suva bhaji na bij na fayda gujarati ma, dill benefits in gujarati.

સુવા દાણા ના ફાયદા

લીલા સોવા કે જેને સુવા ભાજી પણ કહેવામાં આવે છે. જે લીલા ધાણા જેવી જ દેખાય છે એકદમ ઝીણા પાંદડા વાળી આ ભાજી પર પીળા રંગના ફૂલ આવે છે. તેના બીજડા પણ ધાણા ના બીજડા જેવા જ હોય છે. આખા ભારત માં તેની ખેતી થાય છે. તેનું તેલ પણ બનાવવામાં આવે છે. સુવાના ૧૦૦ તોલા બીજમાંથી ૩-૪ તોલા તેલ નીકળે છે. સોવાના બીજ ગરમ, કડવા અને અગ્નિવર્ધક હોય છે. તે પેટના કૃમીઓનો નાશ કરનાર, પાચક અને વાત્ત-પિત્ત ની નાશ કરનાર હોય છે.

ફોડલા અને ફૂંસી ના ઉપચારમાં સુવા :-

લીલા સુવાને તેલમાં નાખી પીસીને ગરમ કરી ફોડલા અને ફૂન્સી પર લગાવી બાંધવાથી તે પાકી જલ્દી જાય છે.

પેટના ઉપચારમાં સુવા :-

પેટના દરેક પ્રકારના દુખાવામાં લીલા સુવા અસરકારક સાબિત થાય છે. સુવા ના બીજનો કવાથ બનાવીને પીવાથી પેટનો દુખાવો મટે છે.

સુવા દાણા ના ફાયદા મંદાગ્ની ના ઈલાઝ મા:-

સુવાના બીજને સુંઠ સાથે મિલાવીને તેને ફાકી જવાથી અજીર્ણ અને મંદાગ્ની મટી જાય છે.

મૂત્રવિકારમાં સુવા નો ઉપયોગ :-

સુવા ભાજી ના બીજના ચૂર્ણમાં સાકર મિલાવી તેને દૂધ ની લસ્સી સાથે પીવાથી પેશાબ છૂટ થી આવે છે.

ડાયાબીટીશ માં સુવા ભાજી નો ઉપયોગ :-

જો તમે ડાયાબીટીશ ના પેશન્ટ છો તો સુવા ભાજી તમારા માટે ખુબ જ ઉપયોગી છે. સુવા ભાજીમાં ડાયાબીટીશ ને કન્ટ્રોલમાં કરવાની ક્ષમતા છે. સુવા નું સીરમ લીપીડસ અને ઇન્સ્યુલીન જે વધ ઘટ થાય છે તે કન્ટ્રોલ માં રાખે છે.

સુવા ભાજી ના ફાયદા તે ઈમ્યુંનીટી બુસ્ટર છે :-

રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે સુવા ભાજી ખાઈ શકાય છે. સુવા ભાજી એટલે કે લીલા સોવામાં એન્ટીમીક્રાબીયલ ગુણ હોય છે જે શરીરના અંદરુની ઘાવ વગેરેને ઝડપ થી ભરી દે છે. સુવા ભાજી નું સેવન કરવાથી આપને ઘણા બધા સંક્રમણ થી બચી શકીએ છીએ. તેમાં રહેલા પોષકતત્વો આપણી રોગપ્રતિકારક ક્ષમતા ને વધારે છે.

સુવા ભાજી નું શાકનું સેવન કરવું ફાયદાકારક :-

સોવા માં રહેલા અનેક પોષકતત્વો આપણને અનેક સ્વસ્થ્લભ અપાવે છે,જેમાં એક છે સ્વસ્થ પાચન. સોવામાં અધિક માત્રામાં ફાઈબર હોય છે. સુવામાં મેગ્નેશિયમ જેવા ખનીજ તત્વો પણ હોય છે. જો તમને પેટને લગતી કોઈપણ સમસ્યા છે તો સુવા ભાજી નું સેવન કરવાથી ખુબ જ લાભ થાય છે.

માસિકધર્મ સબંધી સમસ્યામાં સુવા ના બીજ નો ઉપયોગ :-

મહિલાઓ માટે સુવા ખુબ જ ફાયદેમંદ રહે છે કારણકે તેનું સેવન કરવાથી માસિકધર્મ છૂટથી આવે છે.

સુવા ભાજી હાડકાને મજબુત બનાવે છે :-

કેલ્શિયમ આપણા શરીર માટે ખુબ જ જરૂરી ઘટક છે, સુવા ભાજી નું સેવા કરવાથી તે આપણને પર્યાપ્ત માત્રામાં મળી રહે છે. સોવાના બીજ નું તેલ ની માલીશ કરવાથી હાડકા મજબુત થાય છે. તેમાં એન્ટી ગુણ હોય છે જે સુજન અને દર્દને ઓછું કરે છે.

સુવાનો પાવડર હેડકી માટે :-

હેડકી અલગ અલગ કારણોસર થતી હોય છે. આમ તો પેટમાં ગેસ થવાના લીધે હેડકી આવતી હોય છે. બીજા કારણ છે કે કોઈ એલર્જી હોય, અતિસંવેદનશીલતા, ઘભરાહટ વગેરે પણ હોઈ શકે છે. લીલા સુવા આ બધી સમસ્યાનો નિવારણ છે. ઉકળતા પાણીમાં એક ચમચી લીલા સુવા નાખીને તેને ઠંડુ થઇ જાય પછી પીવું જોઈએ, તેનાથી હેડકી બંધ થઇ જાય છે.

લીલા સુવાના ફાયદા | સુવા ભાજી ના ફાયદા :-

મુલેઠી, કુશ્તા, ઘી, ચંદન અને લીલા સોવાને મિક્સ કરીને તેની પેસ્ટ બનાવીને લગાવવાથી માથાનો દુખાવો, કાંધા અને પીઠ દર્દથી રાહત મળે છે.

સુવાનો તેલ ઝાડા નો એક અસરકારક ઉપાય છે.

 તેનો પાવડર બનાવીને છાશ માં નાખીને પી શકાય છે.

મોઢામાંથી આવતી દુર્ગંધ દુર કરવામાટે સુવા ને ચાવવાથી મોઢા માંથી આવતી વાસ દુર થાય છે.

બ્લડ પ્રેશર માટે પણ સુવા ભાજી નું સેવન કરવું ફાયદેમંદ છે.

સુવા ભાજી ના નુકસાન :-

આમ તો સુવા ભાજીના એટલે કે લીલા સુવાના નુકસાન અમુક જ છે, તે નુકસાન તોજ કરે છે જો તેનું સેવન પર્યાપ્ત માત્રામાં કરવાની જગ્યા એ વધારે થઇ જાય.

વધારે માત્રામાં સુવા ભાજી ખાવાથી પિત્ત ની સમસ્યા થઇ શકે છે.

સુવા ના પાંદડા સ્વાદમાં કડવા હોય છે, માટે યેને એકલું ખાવાનું ટાળવું જોઈએ, કોઈપણ સબ્જીમાં નાખીને તેનું સેવન કરવું.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *