Sunday, 22 December, 2024

Tame Badlata Nahi Lyrics in Gujarati

223 Views
Share :
Tame Badlata Nahi Lyrics in Gujarati

Tame Badlata Nahi Lyrics in Gujarati

223 Views

હા એક સાથ જોવે તારો ભલે આવે દુબળો દાડો
વિખાય ના પંખીનો માળો
 આ જીંદગી છે વાલી એતો આવે તડકો છાંયો
તમે બની રહેજો મારો પડછાયો
હા ભલે બદલાય દુનિયા બદલાય જમાનો

હો ભલે બદલાય દુનિયા બદલાય જમાનો
પણ તમે બદલાતા નહીં
હા સાથ મારો છોડી દૂર જાતા નહીં
હો એકલા મેલીને મને જાતા નહીં

હો દુઃખ આવે ભલે મળે સાથ તારો
હસતા હસતા વીતી જાશે જનમારો
હા ભલે બદલાય દુનિયા બદલાય જમાનો
પણ તમે બદલાતા નહીં
હો સાથ મારો છોડી દૂર જાતા નહીં
હા મને મેલીને તમે જાતા નહીં

હો ખૂટે ધબકારો ધબકારો બની જાજો
પડછાયો બની મારી સાથે તમે રહેજો
હા આજે દુઃખના દાડા છે કાલે જાતા રહશે
તારા જેવા સાથી નસીબદારને મળે છે
હો દુનિયા આખી જીતી જવ તું હોઈ હારે
કરી મે તો જીંદગી મારી તારા નામે
હા ભલે બદલાય દુનિયા બદલાય જમાનો
પણ તમે બદલાતા નહીં
અરે વાલી સાથ મારો છોડી દૂર જાતા નહીં
હા મને છોડીને દૂર જાતા નહીં

હો સુખની શીતળ છાંયડીમાં તમને મેં જોયા તા
દુઃખના વાદળ આયા તોય રહો છો મલકતા
હા ડગથી ડગ માંડી જયારે આપ્યો તે સહારો
તારા લીધે ફરી આજ ચમક્યો રે સિતારો
હો સાથી તારા સાથને સો સો સલામ
તારા પ્રેમની શું કરવી મારે વાત
હા ભલે બદલાય દુનિયા બદલાય જમાનો
પણ તમે બદલાતા નહીં
સાથ મારો છોડીને જાતા નહીં
હો મને છોડીને દૂર જાતા નહીં
હો તારા જેવો પ્રેમ કોઈ કરશે નહીં

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *