Friday, 14 March, 2025

તમે મન મુકીને વરસ્યાં

393 Views
Share :
તમે મન મુકીને વરસ્યાં

તમે મન મુકીને વરસ્યાં

393 Views

તમે મન મુકીને વરસ્યાં
અમે જનમજનમના તરસ્યાં
તમે મુશળધારે વરસ્યાં
અમે જનમજનમના તરસ્યાં

હજારે હાથે તમે દીધું પણ,
ઝોળી અમારી ખાલી
જ્ઞાન ખજાનો તમે લૂંટાવ્યો,
તોયે અમે અજ્ઞાની.
તમે અમૃતરૂપે વરસ્યાં
અમે ઝેરના ઘૂંટડા સ્પર્શયાં. તમે…

સાદે સાદે શાતા આપે
એવી તમારી વાણી
એ વાણીની પાવનતાને
અમે કદી ના પીછાણી
તમે મહેરામણ થઈ ઉમટયાં
અમે કાંઠે આવી અટકયાં. તમે….

સ્નેહની ગંગા તમે વહાવી
જીવન નિર્મળ કરવા
પ્રેમની જ્યોતિ તમે જગાવી
આતમ ઉજવળ કરવા
તમે સૂરજ થઇને ચમક્યાં
અમે અંધારામાં ભટક્યાં. તમે…

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *