Tame Thodu Na Vicharyu Maru Su Thase Lyrics in Gujarati
By-Gujju01-06-2023

Tame Thodu Na Vicharyu Maru Su Thase Lyrics in Gujarati
By Gujju01-06-2023
હો તમે થોડું ના વિચાર્યું કે મારૂં શું થાશે
હો તમે થોડું ના વિચાર્યું કે મારૂં શું થાશે
તારા ગયા પછી મારૂં હંગુ કોણ થાશે
હો તમે થોડું ના વિચાર્યું કે મારૂં શું થાશે
તારા ગયા પછી મારૂં હંગુ કોણ થાશે
તારા વીના જીવ મારો જાશે
રડી રડીને રાત જાશે
તમે હસતા મોઢે હાલ્યા કઈ વાતે
દીકુ હસતા મોઢે હાલ્યા કઈ વાતે
તમે થોડું ના વિચાર્યું કે મારૂં શું થાશે
તારા ગયા પછી મારૂં હંગુ કોણ થાશે
હો કર્યો વિશ્વાસ તારો તુટ્યો ભરોસો મારો
અધવચ્ચે છોડી દીધો તમે સાથ મારો
હો થોડો ના વિચાર કર્યો પ્રેમનો વેપાર કર્યો
દીકુ મારો જીવ લીધો મને લાચાર કર્યો
હો સાથ મારો છોડ્યો કાળી રાતે
દિલ મારૂ તુટ્યુ તારા હાથે
તમે હસતા મોઢે હાલ્યા કઈ વાતે
દીકુ હસતા મોઢે હાલ્યા કઈ વાતે
તમે થોડું ના વિચાર્યું કે મારૂં શું થાશે
તારા ગયા પછી મારૂં હંગુ કોણ થાશે
હો ઈરાદો તારા મને કેમ ના હમજાણો
દીકુ તને પ્યાર મારો ક્યારે ના દેખાણો
હો જીવથી વધારે તને ચાહતો રહ્યો
હર દુવામાં તને માંગતો રહ્યો
હો નોતી ખબર આવું થાશે
મને તું આમ છોડી જાશે
તમે હસતા મોઢે હાલ્યા કઈ વાતે
દીકુ હસતા મોઢે હાલ્યા કઈ વાતે
તમે થોડું ના વિચાર્યું કે મારૂં શું થાશે
તારા ગયા પછી મારૂં હંગુ કોણ થાશે