Monday, 23 December, 2024

Tane Chhodu ke Chhodu Duniya Lyrics in Gujarati

133 Views
Share :
Tane Chhodu ke Chhodu Duniya Lyrics in Gujarati

Tane Chhodu ke Chhodu Duniya Lyrics in Gujarati

133 Views

તું ભલે રોજ રડે હું ભલે રોજ રડું
તું ભલે રોજ રડે હું ભલે રોજ રડું
તું ભલે રોજ તડપે હું ભલે રોજ તડપું
પણ ફરક નથી પડવાનો હો
પણ ફરક નથી પડવાનો જુલ્મી આ જગને
કદી ના સમજે એ પ્રેમિયોના દિલને
હવે તુજ કે હું તને છોડું કે છોડું દુનિયા
હવે તુજ કે હું તને છોડું કે છોડું દુનિયા
તું ભલે રોજ રડે હું ભલે રોજ રડું
તું ભલે રોજ તડપે હું ભલે રોજ તડપું

હો મજબૂરી કેવી આવી પ્રેમના મારગમાં
કોને જઈ કેવું દયા નથી કોઈના દિલમાં
હો તેને એમ હશે કે હું તને રે ભુલી ગયો
તારી જુદાઈમાં હું ખુદને ભૂલી ગયો
આ લેખમાં લખાયું હશે
તારા મારા લેખમાં લખાયું હશે એજ થવાનું
ના તારૂ ચાલવાનું ના મારૂ ચાલવાનું
હવે તુજ કે હું તને છોડું કે છોડું દુનિયા
હવે તુજ કે હું તને છોડું કે છોડું દુનિયા
તું ભલે રોજ રડે હું ભલે રોજ રડું
તું ભલે રોજ તડપે હું ભલે રોજ તડપું

હો સપના મેં જોયા હતા રેશું સદા જોડે
જુલ્મી જમાનો સપના પ્રેમિયોના તોડે
હો નફરત કેમ કરે દુનિયા આ પ્રેમથી
પ્રેમ વિના તો નોતું ચાલ્યું રાધા શ્યામથી

હવે જીવતા ના મળાય તો હો
હવે જીવતા ના મળાય તો મારી ને મળીશું
પછી જનમો જનમ અમે જુદા ના થઈશું
હવે તુજ કે હું તને છોડું કે છોડું દુનિયા
હવે તુજ કે હું તને છોડું કે છોડું દુનિયા

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *