Tane Devu Che Dil Maru Danma Lyrics in Gujarati
By-Gujju01-06-2023

Tane Devu Che Dil Maru Danma Lyrics in Gujarati
By Gujju01-06-2023
કીધા વગર હવે નથી રહેવાતું
તારા વિના ની વેરણ થાય રાત્યું
દર્દ મને ઝીણું ઝીણું નથી જીરવાતું
તારા હૈયે ખોલી દેને મારુ ખાતું
ગ્રહો મળાવું ને કુંડળી કઢાવું
હીરા માણેક ને મોતી ડે મઢાવું
અલી સંભાળ તને કહું કાન માં
એ તને દેવું છે દિલ મારુ દાન માં
તું રાખજે વાત મારી ધ્યાન ના
અલી તને દેવું છે દિલ મારુ દાન માં
તું રાખજે વાત મારી ધ્યાન માં
પેલી વાર તાકી પછી પાંપણ નમિતિ
હાચુ કઉ એ દારે દિલ ને તું ગમિતિ
અરે અરે રે આટો મારી તું મારા રૂઢીયે તું રમિતિ
ધરતી પર જાણે આ પરી ઉતરી તી
ફુદા ઉડે છે તારી ઓઢણી ના કોળે
તું હાલે ત્યારે ખીલે ફૂલડાં મોરે મોરે
અલી ઘાયલ થયો છું તારા પ્રેમ માં
એ તને દેવું છે દિલ મારુ દાન માં
તું રાખજે વાત મારી ધ્યાન માં
હાચુ કવ દેવું છે દિલ મારુ દાન માં
તું રાખજે વાત મારી ધ્યાન માં
પોણીડા ભરી નીકળ તી તું હસ્તી
ચારે કોર ચર્ચા ને વાતો કરે વસ્તી
અરે અરે રે થઇ જા તું મારી કરીશુ મોજ મસ્તી
લાખો ની વાત મારી નથી કોઈ સસ્તી
તું મારુ કંકુ ને હું તારા ચોખા
ભેળા જ રહીયે ભલે હોય એ નોખા
તને પરણી લઇ જાવું મારા દેશ માં
તને દેવું છે દિલ મારુ દાન માં
તું રાખજે વાત મારી ધ્યાન માં
એ તને દઈ દીધું દિલ મારુ દાન માં
હવે ફરવા નો હું ગુમાન માં જાનુ
તને દેવું છે દિલ મારુ દાન માં
તું રાખજે વાત મારી ધ્યાન માં