Sunday, 22 December, 2024

Tane Je Di Bhulu Ae Di Aabh Fatshe Lyrics in Gujarati

143 Views
Share :
Tane Je Di Bhulu Ae Di Aabh Fatshe Lyrics in Gujarati

Tane Je Di Bhulu Ae Di Aabh Fatshe Lyrics in Gujarati

143 Views

હો દગો કરૂં પ્રેમમાં તો દાગ લાગશે
હો …દગો કરૂં પ્રેમમાં તો દાગ લાગશે
દગો કરૂં પ્રેમમાં તો દાગ લાગશે
તને જે દી ભુલું એ દી આભ ફાટશે
હો બોલીને ફરૂ તો મારો રોમ રૂઠશે
હાતે રે જમનારે ના મને મુકશે
તને જે દી ભુલું એ દી આભ ફાટશે

એ આજે પ્રેમીયોની હાઈ મને લાગશે
ઘણા પ્રેમીયોના નેહાકા રે લાગશે
હો તારા જેવી હંભાળ મારી કોણ રાખશે
તારા જેવો પ્રેમ મને કોણ કરશે
તને જે દી ભુલું વાલી આભ ફાટશે
હો …તને જો ભુલું ભગવાન રૂઠશે

હો આખો જનમારો તારા જોડે રે વીતાવશું
તડકો હોઈ કે છાંયો વાલી સાથ ના રે છોડશું
હો જે દી તને ભુલશું જીવ રે ગુમાવશું
ખોટું નઈ બોલો અલી સોગન તારી ખાવ છુ
હો મનમાં આવો નબળો વિચાર તું ના લાવતી
નઈ તો વાલી મરી જઈશું અમે હાઉ જાનથી
હો દગો કરૂં પ્રેમમાં તો દાગ લાગશે
દગો કરૂં પ્રેમમાં તો દાગ લાગશે
તને જે દી ભુલું એ દી આભ ફાટશે
ઓ હો વાલી મારી તને જે દી ભુલું મારો રામ રૂઠશે

હા હાંચા પ્રેમમાં ક્યાં દેખાડો રે થઇ છે
દગો જે કરે દગાબાજ કેવાય છે
હો મતલબની દુનિયા તને રે ચડાવશે
તારો મારો સંગ જોઈ જગડા કરાવશે
હો મારા રૂદિયે લખાણું તારૂં નામ છે
તુજ મારો જીવ ગોંડી તુંજ મારી જાન છે
હો દગો કરૂં પ્રેમમાં તો દાગ લાગશે
હાંચા મારા પ્રેમનો ભરોસો રાખજે
તને જે દી ભુલું એ દી આભ ફાટશે
હો બોલીને ફરૂ તો મારો રોમ રૂઠશે
હાતે રે જમનારે ના મને મુકશે
તને જે દી ભુલું એ દી આભ ફાટશે
હો …તને જો ભુલું ભગવાન રૂઠશે
ઓ હો વાલી મારી તારા સિવાય મારૂં કોણ થાશે રે
હો તને જે દી ભુલું એ દી આભ ફાટશે

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *