Wednesday, 6 November, 2024

તને કાંઈ કાંઈ બોલ સુણાવા

308 Views
Share :
તને કાંઈ કાંઈ બોલ સુણાવા

તને કાંઈ કાંઈ બોલ સુણાવા

308 Views

તને કાંઈ કાંઈ બોલ સુણાવા
મારા સાંવરા ગિરિધારી,
પૂરવ જનમની પ્રીત પુરાણી
આવને ગિરધારી … મારા સાંવરા

સુંદર વદન જોવું સાજન,
તારી છબી બલિહારી,
મારા આંગણમાં શ્યામ પધારો,
મંગલ ગાવું નારી … મારા સાંવરા

મોતી ચોક પૂરાવ્યા છે ને
તન મન દીધા વારી,
ચરણ કમળની દાસી મીરાં
જનમ જનમની કુંવારી … મારા સાંવરા

– મીરાંબાઈ

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *