Tane Yaad Karu Lyrics in Gujarati
By-Gujju01-06-2023
Tane Yaad Karu Lyrics in Gujarati
By Gujju01-06-2023
જીવું કે મરુ તને યાદ કરું
ભગવાન જાણે તને પ્રેમ કરું
હરું કે ફરું તને યાદ કરું
ભગવાન જાણે તને પ્રેમ કરું
જે વીતી ગયો એ સમય નઈ આવે
દિલ માં હવે કોઈ બીજું નઈ આવે
જે સાથે જીવ્યા એ…
જે સાથે જીવ્યા એ દિવસ નઈ આવે
તું ના આવે તારી યાદ તો આવે
જીવું કે મરુ તને યાદ કરું
ભગવાન જાણે તને પ્રેમ કરું
મારો ભગવાન જાણે તને પ્રેમ કરું
હો ચાંદ ના જોયો સુરજ ના જોયો
હસતો ચહેરો ફરી ના જોયો
ધરતી સૂકી ને ના વરસાદ આયો
મળું તને દિલ થી એ મોસમ ના આયો
અફસોસ કેતા તું પણ સમજે
દિલ ની આ વેદના તું પણ સમજે
જો સાચી હકીકત…
જો સાચી હકીકત મારી કહાની
યાદો માં તારી વીતી જવાની
જીવું કે મરુ તને યાદ કરું
ભગવાન જાણે તને પ્રેમ કરું
મારો ભગવાન જાણે તને પ્રેમ કરું
દૂર રહી જીવ્યા કરું યાદ તને કર્યા કરું
એકલી એકલી હું તો રડ્યા કરું
ફરિયાદ મારી ઘણી કોને જાહેર કરું
બસ તું મળી જાય એવી અરજ કરું
એ હવે આવી રીતે જીવાશે નઈ
તારા વિના જિંદગી જાશે નહીં
તમે આવો તો દિલ ને..
તમે આવો તો દિલ ને ચાહત મળે
તારી બાહોમાં મને રાહત મળે
જીવું કે મરુ તને યાદ કરું
ભગવાન જાણે તને પ્રેમ કરું
મારો ભગવાન જાણે તને પ્રેમ કરું