Friday, 15 November, 2024

Tara Dilma Dago Re Hato Lyrics in Gujarati

93 Views
Share :
Tara Dilma Dago Re Hato Lyrics in Gujarati

Tara Dilma Dago Re Hato Lyrics in Gujarati

93 Views

તારા દિલમાં દગો રે હતો
હો તારા દિલમાં દગો રે હતો
એ બહુ મોડી ખબર રે થઈ

હો તન ગોડી હું કહેતો હતો
એ જ મને ગોડો બનાઈ ગઈ
હો તારા નીકળેલા બોલ બધા પુરા રે કર્યા
જો જરૂર પડી તો મારા જીવ પાથર્યા
મારા જીવ પાથર્યા

કર્યો ગળા સુધી ભરોહો એ બેવફા રે મળ્યા
હો સાચું સોનુ માન્યું એ તો કલરબાજ નીકળ્યા

હો તે તો કર્યું એવું દુશમન પણ કરે નઈ
તારા જેવી દગાબાજ કોઈને મળે નઈ
હો મારી જોડે ના થવાની કેવી રે થઈ ગઈ  
વીતે ઘણું મનમાં હું તો કોને રે કહું જઈ
હો હથેળીમાં ખોટા મને ચાંદ રે બતાવ્યા
ધોળા દાડે અમને જાનુ તારા રે દેખાડ્યા
જાનુ તારા રે દેખાડ્યા

હે તારા જિગાનાં કરેલા પર તે પોણી ફેરવ્યા
અરે સાચું સોનુ મોની બેઠા કલરબાજ નીકળ્યા

હો ભરેલા ભાણાને તું તો ઠોકર મારી ગઈ
તને મળે ઠીકરા એવા કામ તું કરી ગઈ
હો પારકાના માટે તું પોતાના છોડી ગઈ
તારા મારા પ્રેમના છુટા છેડા કરી ગઈ
હો તારી બેવફાઈ જોઈ કાળજા કપાયા
ખાલી ખોટા પ્રેમના નાટક તે રચાયા
નાટક તે રચાયા
 
હે કર્યો ગળા સુધી ભરોહો એ બેવફા રે મળ્યા
હે સાચું સોનુ માન્યું એ તો કલરબાજ નીકળ્યા
તારા દિલમાં દગો રે હતો
એ બહુ મોડી ખબર રે થઈ
હો તન ગોડી હું કહેતો હતો
એ જ મન પાગલ બનાઈ ગઈ
તું તો મન પાગલ બનાઈ ગઈ
એ જ મન પાગલ બનાઈ ગઈ

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *