Tara Khushi Na Che Aansu Lyrics in Gujarati
By-Gujju01-06-2023
160 Views
Tara Khushi Na Che Aansu Lyrics in Gujarati
By Gujju01-06-2023
160 Views
હો તારા ખુશીના છે આંશુ મારા ગમના છે આંશુ
હો તારા ખુશીના છે આંશુ મારા ગમના છે આંશુ
તમે ઉભા ના રહિયા જોવા વળીને રે પાછુ
હો દિલ દુઃખી થયું હવે તને શું કેવાનું
લેખમાં ન હોઈ એ કયાથી મળવાનું
કયાથી મળવાનું
હો તારા ખુશીના છે આંશુ મારા ગમના છે આંશુ
હો તમે ઉભા ના રહિયા જોવા વળીને રે પાછુ
હો તમારા વિનાતો સાવ એકલા પડી જાશુ
ઘડીયે ઘડીયે આંખે આવશે મારે આંશુ
હો કાલે તમે હતા આજે નથી મારી સાથે
ભુલી નહી શકુ તને કોઈ પણ વાતે
હો મનમાં ને મનમાં મારે બળવાનું
પેટમાં તારા ના પાણી હલવાનુ
પાણી ના હલવાનુ
હો તારા ખુશીના છે આંશુ મારા ગમના છે આંશુ
તમે ઉભા ના રહિયા જોવા વળીને રે પાછુ
હો ધોળા દાડે તે દેખાડી દિધો તારો
ખબર નતી કોઈ દી આવશે આવો વારો
હો યાદ પણ નઈ કરો મને કોઈ દાડો