Tara Lagan Lidha Che Ghadiya Lyrics in Gujarati
By-Gujju17-06-2023

Tara Lagan Lidha Che Ghadiya Lyrics in Gujarati
By Gujju17-06-2023
એ કાલ સાંજના સમાચાર સાંભળ્યા
અરે રે કાલ સાંજના સમાચાર સાંભળ્યા
કાલ સાંજના સમાચાર સાંભળ્યા
તારા લગન લીધા છે જાનુ ઘડિયા
અરે સાંજે ગોત્યા પણ તમે ચોય ના મળ્યા
મારા કાળજડાં જાનુ ત્યારે બળીયા
તારા લગન લીધા છે જાનુ ઘડિયા
હે નથી આય મને ઉંઘ જાનુ આખી એ રાત
શું હાચી છે કહી દે તું મને આ વાત
એ આખી રાતના ઉજાગરા મેં કર્યા
આખી રાતના ઉજાગરા મેં કર્યા
તારા લગન લીધા છે ગોંડી ઘડિયા
અરે રે તારા લગન લીધા છે ગોંડી ઘડિયા
તારું સગપણ કંઈ થઇ ગયું છે પાક્કું
મારાથી આવી ના સંભળાય વાત્યુ
હો બીજા હારે જાનુ મારી ફેરા ફરીશ તું
ગોમ વાળાના અમે મેણાં સાંભળશું
એ ગોમ વાળાનું ચેટલું સાંભળવું
એ છોડ ગોમનું તારે એને શું કરવું
એ નથી ખાધું મેં સમાચાર સાંભળ્યા
નથી ખાધું મેં સમાચાર સાંભળ્યા
તારા લગન લીધા છે જાનુ ઘડિયા
એ જાનુડી તારા લગન લીધા છે ગોંડી ઘડિયા
હો હાચુ છે કરી કોઈ મારી મજાક છે
બોલતી નથી જાનુ કંઈ તારામાં પાપ છે
હો બોલ મારા દલડામાં લાગી પડી આગ છે
તારી આવી વાતો મને મારી રે નાખશે
હે આતો હસવાની જાનુ કોઈ વાત રે નથી
શું વીતે મારા પર તું જાણતી નથી
અરે કાલ સાંજના સમાચાર સાંભળ્યા
કાલ સાંજના સમાચાર સાંભળ્યા
તારા લગન લીધા છે જાનુ ઘડિયા
અરે રે તારા લગન લીધા છે જાનુ ઘડિયા