Friday, 20 September, 2024

Tara Vina Madi Maru Koi Nathi Lyrics in Gujarati

312 Views
Share :
Tara Vina Madi Maru Koi Nathi Lyrics in Gujarati

Tara Vina Madi Maru Koi Nathi Lyrics in Gujarati

312 Views

હો ઉઠ્યા તરંગો તોફાનના રે
હો ઉઠ્યા તરંગો તોફાનના રે
દરિયાને સુજ્યો સુ દાવ છે
હો તારા ભરોસે ચાલે ઓ માવડી
મધદરિયે મારી આ નાવ છે

તું તારજે પાર પાડજે તું તારજે પાર પાડજે માઁ
તારા વિના માડી મારુ કોઈ નથી રે માઁ
લેજે હંભાળ આશ કોઈ નથી

હો ઉઠ્યા તરંગો તોફાનના રે
દરિયાને સુજ્યો સુ દાવ રે

ઓ હો આ આ એ જોગમાયા
સમય સમયની વાતો જુદી દેરા
આજ કોકનો આજ પેલાનો બીજાનો સમય હોય
કાલ તારોં સમય આવશે પણ
મોનસ ખરાબ નથી હોતો
મોનસનો સમય ખરાબ હોય દેરા
એ સુખ ન સાયબી જેને ભોગવી હોય એન
દુઃખની ખબર ના હોય દેરા
કરોડપતિમથી રોડપતિ બન્યો હોય
એટલે એને દુઃખની ખબર પડ
માતાની ખબર પડ દેરાની ખબર પડ

એ પણ દેવની લીલી આંખન થાય એટલ
ધૂળમાં પડેલો રાજ મેલમાં બેહાડ
કોઈના કર એવું કોમ મારુ દેરું કર ચમ ક
એ 33 કરોડ દેવી દેવતાના નોમ જુદા સ
પણ દેવો ન દેવી શક્તિ એક જ સ લ્યા
મોન ન મયાદા મોનસ નેવે મૂકી દે
એ શરમ બાજુમા મુકી દે એ કાકા કુટુંબ ભઈ ભોવળ
જીનું હંગુ ના હોય
જીન ભાઈબંધ દોસ્તાર જીન સુખમાં કોમમાં આવ્યા હોય
દુઃખમાં એનાથી દૂર નાહતા હોય
એ જેની પડતી વેળા ચાલતી હોય
જીના ખિજામાં પાંચ રૂપિયા વાપરવા ના હોય
એનો સંગ મૂકી દે ચમ ક
સુખમાં ઓનો સંગ કર્યો દુઃખમાં કોઈ દેરા ભાગ કરતું નથી
એ દુઃખમાં દેવી શક્તિ ભાગ કરશે
દુનિયા ભાગ નહિ કર એટલ
દોસ્તી કરજો તો દેવની કરજો
સંબંધ રાખજો મારા દેવનો રાખજો
એ રોડપતિનો કરોડપતિ મારી માતા બનાવશે દેરા
મારો માં ને બાપ

હો લગની જો તારી લાગે હો માં
ભવ ભવના દુઃખડા ભાગે હો માં
હો સતની આ વાટે ના કોઈ સાથ
ભેળી છે તું માં છે વિશ્વાસ
હે ભરું ડગ રે તારા પગલે
ભરું ડગ રે તારા પગલે રે માં
તારા વિના માડી મારુ કોઈ નથી રે માં
લેજે હંભાળ આશ કોઈ નથી

ઉઠ્યા તરંગો તોફાનના રે
દરિયાને સુજો સુ દાવ રે

ઓ હો આ આ પણ દેવી હોંભરજે માં
એ કળિયુગ જમોનો ચાલશ
કાળાં મોથાનો મોનવી હવાર બોલ ન હોંજે ફરી જાય
એ મોનાશ ખઈ ખોટું બોલશે
આજના મનખા દેહ નો વિશ્વસ કરવો ના કરવો
દેવ માર હું કરવું વિચારમાં દુનિયા પડીશ
પણ જોગમાયા મારી રેણી કેણી માર તપો ભૂમિ ન
મારી કદર ન તાપી ન
એ દેવી હોંભરજે માં
મોનસના ખવડાવશો તો એ બીજા દાડ તમારા વિરુદ્ધ બોલશે
હંગા ભઈ કરત જીન હાચવી ન રાખ્યો હશે
એ તમારું પહેરું ઓઢાયેલું એને ઓઢારતા હશો તો
તમારો ઋણ ભૂલી જશે પણ
એ આજના જમાનામાં ગાય ન રોટલી નોખજ્યો
કુતરા ન રોટલી નોખજ્યો
પશુ પંખીન ખાવાનું ચણ નોખજ્યો તો
કદાચ જાનવર એની વફાદારી નથી ભૂલતું પણ
એ આ મનખા દેવની રચનામાં
મોનસ એવી જાત બનાવીશ
ચાન હું કર હું ના કર લ્યા
એ બોલ બીજું કર બીજું એનું નોમ મોનસ ના કહેવાય
પશુ પાંખી જોડે શિખામણ લેજો
એ તમારી વફાદારી નહિ ભૂલે
મોનસ તમારી વફાદારી ભૂલી જશે
એ પશુ પંખીને ખવડાયેલું હશે તો
કાલ મારી માતાનું પુણ્ય આડું આવશે
તમારી ચડતી કેરા થશે
દુઃખનો એ વેપાર પતી જશે
સુખની વેળા આવશે દેવી મારો મા ને બાપ

હો સુખના સંગાથી છે રે બધા
દુઃખમાં એક તું દેખાડીશે એ માં
હો અંધારે રસ્તે બુજાવું જો માં
જ્યોત બની તું પ્રગટાવી તું હો માં
યાદ રાખજે ના ભુલાવજે
યાદ રાખજે ના ભુલાવજે
તારા વિના માડી મારુ કોઈ નથી રે માઁ
લેજે હંભાળ આશ કોઈ નથી
હો ઉઠ્યા તરંગો તોફાનના રે
દરિયાને સુજ્યો સુ દાવ રે

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *