Friday, 26 July, 2024

તરબૂચ ની છાલ ની ચટણી 

99 Views
Share :
તરબૂચ ની છાલ ની ચટણી

તરબૂચ ની છાલ ની ચટણી 

99 Views

નમસ્તે મિત્રો આજે આપણે તરબૂચ ની છાલ ની ચટણી બનાવવાની રીત – Tarbuch ni chal ni chutney banavani rit શીખીશું. આપણે તરબૂચ તો ખૂબ જ મજા લઇ લઈ ને ખાઈએ છીએ પણ એની ચાલ ને ફગાવી દેતા હોઈએ છીએ, પણ હવે આપણે છાલ ને ફેકશું નહિ પણ એમાંથી ટેસ્ટી ચટપટ્ટી ચટણી બનાવી ને તૈયાર કરીશું જે તમે રોટલી, પરોઠા સાથે સર્વ કરી શકો છો તો ચાલો જાણીએ તરબૂચ ની છાલ માંથી ચટણી બનાવવા માટે કઈ કઈ સામગ્રી જોઈશે.

તરબૂચ ની છાલ ની ચટણી બનાવવા જરૂરી સામગ્રી

  • તેલ 3 ચમચી
  • સૂકા લાલ મરચા 1
  • રાઈ 1 ચમચી
  • વરિયાળી 1 ચમચી
  • જીરું 1 ચમચી
  • આદુ કટકા 2 ચમચી
  • કાશ્મીરી લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  • તરબૂચ ની છાલ ના કટકા. 2-3 કપ
  • મીઠું સ્વાદ મુજબ
  • સંચળ ½ ચમચી
  • વિનેગર 3 ચમચી
  • ખાંડ ½ કપ

તરબૂચ ની છાલ ની ચટણી બનાવવાની રીત

તરબૂચ ની છાલ માંથી ચટણી બનાવવા સૌપ્રથમ તરબૂચ ની છાલ પર રહેલ લીલા રંગ ની છાલ ને છોલી ને કાઢી લ્યો ત્યાર બાદ ચાકુથી કટકા કરી લ્યો અને મિક્સર જાર માં નાખી ને પીસી લેવા.

હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં સૂકા લાલ મરચા ને તોડી ને નાખો ત્યાર બાદ એમાં રાઈ ને તતડાવી લ્યો રાઈ તતડી જાય એટલે વરિયાળી અને જીરું નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ આદુ કટકા નાખી મિક્સ કરી અડધી મિનિટ શેકી લ્યો ને ગેસ બંધ કરી નાખો.

હવે એમાં કાશ્મીરી લાલ મરચાનો પાઉડર નાખી મિક્સ કરી લ્યો ને ત્યાર બાદ એમાં પીસેલા તરબૂચ ને નાખી ગેસ ચાલુ કરી ને શેકી લ્યો તરબૂચ નું પાણી બરી જાય ત્યાં સુંધી હલાવતા રહી ને શેકી લ્યો,

ત્યાર બાદ એમાં સંચળ અને મીઠું નાખી મિક્સ કરો ચટણી કડાઈ થી અલગ થવા લાગે ત્યાં સુંધી શેકી લ્યો.

હવે એમાં વિનેગર નાખી મિક્સ કરી બે મિનિટ શેકી લ્યો ત્યાર બાદ એમાં ખાંડ નાખી મિક્સ કરી લ્યો ને ખાંડ નું પાણી બરી જાય એટલે ગેસ બંધ કરી નાખો ઠંડી કરી લ્યો ને બરણી માં ભરી લ્યો ને મજા લ્યો તરબૂચ ની છાલ માંથી ચટણી.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *