Tare Javu Hoy To Jaa Lyrics in Gujarati
By-Gujju26-05-2023

Tare Javu Hoy To Jaa Lyrics in Gujarati
By Gujju26-05-2023
હો તારે જવું હોય તો જા
હો તારે જવું હોય તો જા પણ યાદ રાખજે
તને આલી મેં રજા પણ યાદ રાખજે
તારી યાદમાં રડું એવો મારે પણ ટાઈમ નથી
તારો વેટ કરૂં એવો મારે પણ ટાઈમ નથી
હો તારે જવું હોય તો જા પણ યાદ રાખજે
અરે ઓ બેવફા તારીખ લખી રાખજે
તારી યાદમાં રડું એવો મારે પણ ટાઈમ નથી
તારો વેટ કરૂં એવો મારે પણ ટાઈમ નથી
તારા વિના રહી ના શકું એ તારી ભુલ છે
તારી બેવફાઈ હસતા હસતા કબુલ છે
એક દાડો આવશે આંખો તારી રે ખુલશે
પણ એ દાડે બકા મોડું રે થઇ જશે
હો ભુલી જાય કે યાદ તું રાખે
હવે મને કઇ ફરક ના પડે
તારી યાદમાં જીવું એવો મારે પણ ટાઈમ નથી
તારો વેટ કરૂં એવી મારે કોઈ ગરજ નથી
હો તને રાખતા ન આવડયું અફસોસ તું કરે
મારા જેવો પ્રેમ તો કિસ્મતથી મળે
જા તારા જેવા બેવફા તને પણ મળશે
યાદ કરી મને તારી આંખો પણ રડશે
પાછો ફરે કે પગમાં પડે
હવે મને કઇ ફરક ના પડે
તને માફ હું કરું એવો મારે પણ ટાઈમ નથી
ફરી પ્રેમ કરૂં એવી હું પણ ગોડી નથી
વાત મારી તું માઈન્ડમાં રાખજે
મારી હોમું તું ભુલથી ના આવજે
તારી યાદમાં રડું એવો મારે પણ ટાઈમ નથી
તારી રાહ જોવું એવો મારે પણ ટાઈમ નથી
ફરી પ્રેમ કરૂં એવી હું પણ ગોડી નથી