Tari Yaad Ma Aaya Mare Aasu Lyrics in Gujarati
By-Gujju08-06-2023

Tari Yaad Ma Aaya Mare Aasu Lyrics in Gujarati
By Gujju08-06-2023
હે તારી યાદમાં આયા મારે આંસું
હે તારી યાદો માં આયા મારે આંસું
તમે જોયુંના પાસું
હવે અમે છો જાસું
એ કોને કેશુ અમે કોને કેશુ
હો દિલના દર્દ મારા કોને કેશુ
હો તારા મારા જોને કેવા લેખ રે લાખાણા
તારા કારણે મારા કાળજા કપાણા
તારી યાદમાં આયા મારે આંસું
તમે જોયુંના પાસું
હવે અમે છો જાસું
એ કોને કેશુ અમે કોને કેશુ
હો દિલના દર્દ મારા કોને કેશુ
હો લેરીડા તારા વગર નિંદર ના આવે
મારા પાગલ દિલને કોણ હમજાવે
હો તારા વિના જીવ મારો આઘોપાછો થાય છે
તને ના જોવુંતો અલ્યા જીવ મારો જાય છે
જીવ મારો જાય છે
હો તારીરે યાદોમાં મારી જિંદગી પુરી થાય છે
ઘડિયાળ હોમું જોય મારો દિવસ વીતી જાય છે
હે તારી યાદો માં આયા મારે આંસું
તમે જોયુંના પાસું
હવે અમે છો જાસું
હો કોને કેશુ અમે કોને કેશુ
હો દિલના દર્દ મારા કોને કેશુ
હો કેટલા દાડે વાળશો પાસા એટલું કેતા જજો
દિલમાંરુ દુભાય છે વાયદો કેતા જજો
હો તારાવિના દુનિયામાં કોણ છે મારુ
દિલ મારુ પુકારે એક નોમ તારું
એક નોમ તારું
હો તમે મને ભૂલતા ના જીવથી જુદી કર્તા ના
તમે મને ભૂલતા ના જીવથી જુદી કર્તા ના
હે તારી યાદો માં આયા મારે આંસું
તમે જોયુંના પાસું
હવે અમે છો જાસું
એ કોને કેશુ અમે કોને કેશુ
હો મારા દિલના દર્દ હવે કોને કેશુ
હો કોને કેશુ અમે કોને કેશુ
પીંછી દિલના દર્દ મારા કોને કેશુ