Wednesday, 13 November, 2024

તરણાં ઓથે ડુંગર રે

115 Views
Share :
તરણાં ઓથે ડુંગર રે

તરણાં ઓથે ડુંગર રે

115 Views

તરણાં ઓથે ડુંગર રે, ડુંગર કોઇ દેખે નહીં;
અજા જૂથ માંહે રે, સમરથ ગાજે સહીં … ટેક

સિંહ અજામાં કરે ગર્જના, કસ્તુરી મૃગ રાજન;
તલની ઓથે જેમ તેલ રહ્યું છે, કાષ્ઠમાં હુતાશન;
દધિ ઓથે ધૃતજ રે, વસ્તુ એમ છૂપી રહી … તરણાં

કોને કહું ને કોણ સાંભળશે અગમ ખેલ અપાર;
અગમ કેરી ગમ નહિ રે, વાણી ન પહોંચે વિસ્તાર;
એક દેશ એવો રે, બુદ્ધિ થાકી રહે તહીં … તરણાં

મન પવનની ગતિ ન પહોંચે, અવિનાશી રે અખંડ;
રહ્યો સચરાચર ભર્યો બ્રહ્મ પુરણ, તેણે રચ્યાં બ્રહ્માંડ;
ઠામ નહિ ઠાલો રે, એક અણુ માત્ર કહીં … તરણાં

સદગુરુજીએ કૃપા કરી ત્યારે, આપ થયા રે પ્રકાશ;
શાં શાં દોડી સાધન સાધે, પોતે પોતાની પાસ;
દાસ ધીરો કહે છે રે, જ્યાં જોઉં ત્યાં તુંહીં તુંહીં … તરણાં

– ધીરો ભગત

 

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *