Sunday, 22 December, 2024

Taru Abhiman Mari Mata Utarse Lyrics in Gujarati

132 Views
Share :
Taru Abhiman Mari Mata Utarse Lyrics in Gujarati

Taru Abhiman Mari Mata Utarse Lyrics in Gujarati

132 Views

હો જબરો તારો પાવર ઉતારી રે દેશે
હો જબરો તારો પાવર ઉતારી રે દેશે
ઠેકોણે તારી અક્કલ લાવી દેશે

હો હું તો નહિ બોલું મારી માતા બોલશે
કિસ્મતના તાળા મારી માતા ખોલશે
તારુ અભિમાન મારી માતા ઉતારશે
હે તારું અભિમાન મારી માતા તોડશે

હો જબરો તારો પાવર ઉતારી રે દેશે
ઠેકોણે તારી અક્કલ લાઈ દેશે

હો કાગળના કટકા માટે આબરૂ તે લીધી
હોના જેવી નગરી મારી હળગાવી તે દીધી
હો હસ્તી ખેલતી ઝેર કરી મારી તે જિંદગી
ખોટા વેણ બોલી મારી જિંદગી અપમાનિત કીધી

હે તારી હરાજી રે થાશે માતા જો વળગશે
કર્મોના તારા ચોપડા રે ખોલશે
હે તારું અભિમાન મારી માતા ઉતારશે
અરે અરે અરે ઓ તારું અભિમાન મારી સિંહણ ઉતારશે

હો પાવર ના કર તું ખોટો રૂપિયાનો
છેતરી ને લીધુ આ તો હક છે દુનિયાનો
હો તારા ગુનાઓ ના જયારે પોટલાં ભરાશે
મારી માતાનો એ દી હુકમ થાશે

હે વાયરા રે વાસે જો જે ચારે દિશામાં
રસ્તો નહિ મળે તને એક એ દિશામાં

હે તારું અભિમાન મારી માતા ઉતારશે
અરે અરે અરે ઓ તારું અભિમાન મારી સિંહણ ઉતારશે
અરે અરે અરે ઓ તારું અભિમાન મારી સિંહણ ઉતારશે

કે માં નીતિ ન કરમ ધર્મની વાતો જુદી દેરા
સતિયા પોરા માં રાજા રાવણનું અભિમોન નતું રહ્યું દેરા
અતાર કાળા મોથાનું મૌનવી પોતાની જાત ન
પોતાના અવતાર ન પોતાના આત્મા ન
કોક હમજી ન બેઠો સ દેરા

પણ એન ખબર નથી
જીની હોનાની લંકા હતી
એ જી ના ઘેર 33 કરોડ દેવોનો વાહો હતો દેવી
જબરી જબરી હતી એના પોરા માં
રાજા રાવણ નું અભિમોન હતું ઈ ન
અભિમોન ઉતારનારા મળી જ્યાં

તું તો કાલા માથા ના મોનવી જરૂર
તન આ કલયુગમાં તમારી કિંમત હમજ જો
આપડે તો હજી રતી એ તલ ભારે કોય કશું બન્યા નથી
ચેટલાય આયા ન ચેટલાય જતા રહ્યા ભોમકામાં
સિકંદર જેવા 1 કરોડ પાકી જ્યાં સ ન પાકે જવાના

અભિમોન રાખો તો હારપન નું રાખજો
કોક ગરીબ ન કાલી રાતે ટેકો કરજો
કોકના માટે જિંદગી જીવ જો
પોતાના માટે તો હાઉ જીવ સ દેરા

કોક ના માટે જીવશો તો કાલ
પુણ્યની પાળો બંધાઈ જાહે
કાલ હારા ઘેર જન્મારો મલશે એટલ

કોઈ નું હારું કર્યા માં ઓગાળી ના કરો તો કોઈ નહિ પણ
કોઈ ના ખોટા માં રાજી ના રેતા
આટલું ધરમ ન નેમ પાડશો તો
આ કલયુગ માં એ લૂઘડે ડાધ નહિ પડ
શરીરે કોઈ દાડો રોગ નહિ આવ દેરા

કોઈ દાડો તમારા એ મલખામાં ધૂળ નહિ પડ
મારુ વેળા નું દેરું મારો મા ને બાપ…

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *