Thakar Ne Kagad Lyrics in Gujarati
By-Gujju20-05-2023

Thakar Ne Kagad Lyrics in Gujarati
By Gujju20-05-2023
એ મારા કાળીયા ઠાકરને કહેજો
માલધારી કાગળ મોકલે છે
એ મારા ડાકોરના ઠાકોરને કહેજો
માલધારી કાગળ મોકલે છે
એ હે દુઃખડાં આવ્યા છે આપણા દેશમાં
અવતાર લ્યો હવે કોઈ પણ વેશમાં
વેલા આવોને મારા શ્યામળા દ્રારિકાવાળા
મોરલીવાળા
મારા દ્રારિકાના નાથને કહેજો
માલધારી કાગળ મોકલે છે
હે મારા ગેડીયાના રાજાને કહેજો
માલધારી કાગળ મોકલે છે
એ ગાયો તારી વાટડી જોવે
વાછરું તારા ગોંદરે રોવે
કોઈના એની હામે જોવે
જાગને જાદવ રાયજી જાગને જાદવ રાયજી
હા હા હાદ કરે છે કાના ગાયોના ગોવાળિયા
વારે વેલો આવને કાનુડા કાળીયા
એ હે હાદ કરે છે કાના ગાયોના ગોવાળિયા
વારે વેલો આવને કાનુડા કાળીયા
એ હે વિપત પડી વાલા મીઠી નજર નાખજે
પોતાના ગણી અમને આવીને ઉગારજે
વેલા આવોને મારા શ્યામળા દ્રારિકાવાળા
મોરલીવાળા
એ મારા કાળીયા ઠાકરને કહેજો
માલધારી કાગળ મોકલે છે
આ હા હુના મંદિરને હુના છે નેહડા
તારા દર્શન કાજે તડપે તારા બાલુડા
ઓ ઓ સુના મંદિરને સુના છે નેહડા
તારા દર્શન કાજે તડપે તારા બાલુડા
એ હે આયા છે ચારકોર દુઃખના રે વાયરા
નથી દેખાતા કાના સુખના રે છાંયડા
વેલા આવોને મારા શ્યામળા દ્રારિકાવાળા
મોરલીવાળા
એ મારા કાળીયા ઠાકરને કહેજો
માલધારી કાગળ મોકલે છે
ઓ કોઈ સંદેશો કાનાને કહેજો
ખબરું એ નેહડાની લેજો
કાના મારા ભેગા રેજો
જાગ ને જાદવ રાયજી જાગ ને જાદવ રાયજી
હો ભુલ થઇ હોય તો કાના માફ અમને કરજે
હૈયાની વાત કાના કાને તું ધરજે
એ હે ભુલ થઇ હોય તો કાના માફ અમને કરજે
હૈયાની વાત કાના કાને તું ધરજે
હે એ નવઘણ મુંધવા કે વેલેલાં વળજો
ભરવાડના ભાણેજ નેહ રે મળજો
વેલા આવોને મારા શ્યામળા દ્રારિકાવાળા
મોરલીવાળા
એ મારા કાળીયા ઠાકરને કહેજો
માલધારી કાગળ મોકલે છે
એ મારા ડાકોરના ઠાકોરને કહેજો
માલધારી કાગળ મોકલે છે
એ મારા કાળીયા ઠાકરને કહેજો
માલધારી કાગળ મોકલે છે