Thursday, 26 December, 2024

The marriage

125 Views
Share :
The marriage

The marriage

125 Views

लग्न का वर्णन
 
(चौपाई)
जिन्ह कर नामु लेत जग माहीं । सकल अमंगल मूल नसाहीं ॥
करतल होहिं पदारथ चारी । तेइ सिय रामु कहेउ कामारी ॥१॥

एहि बिधि संभु सुरन्ह समुझावा । पुनि आगें बर बसह चलावा ॥
देवन्ह देखे दसरथु जाता । महामोद मन पुलकित गाता ॥२॥

साधु समाज संग महिदेवा । जनु तनु धरें करहिं सुख सेवा ॥
सोहत साथ सुभग सुत चारी । जनु अपबरग सकल तनुधारी ॥३॥

मरकत कनक बरन बर जोरी । देखि सुरन्ह भै प्रीति न थोरी ॥
पुनि रामहि बिलोकि हियँ हरषे । नृपहि सराहि सुमन तिन्ह बरषे ॥४॥

(दोहा)
राम रूपु नख सिख सुभग बारहिं बार निहारि ।
पुलक गात लोचन सजल उमा समेत पुरारि ॥ ३१५ ॥
 
લગ્નનું વર્ણન
 
લેતાં મધુમય જેનું નામ મટે અમંગલમૂળ તમામ
બનતાં સુલભ પદારથ ચાર તેજ તત્વ છે સીતારામ.
 
સમજાવીને સુરને એમ મહાદેવ ચાલ્યા સપ્રેમ;
પ્રસન્ન મન પુલકિત તનસાથ દેખ્યા દેવે દશરથરાજ.
 
સંગ સંત ભૂદેવસમાજ સુખ જેમ ફેર સજતા સાજ;
મોક્ષ ચતુર્વિધ ધારી અંગ આવ્યા એવા સુત પણ સંગ.
 
મરકત કનક વર્ણની જોડ જોઇ દેવે પૂર્યા કોડ;
રામ નિહાળી ફરીફરી વરસી સુમન પ્રશસ્તિ કરી.
 
(દોહરો)    
રામના સુભગ રૂપને નીરખી વારંવાર,
નેત્રે પ્રગટી શિવતણા ઉમાસહિત રસધાર.

 

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *