Saturday, 27 July, 2024

The war between Ram and Ravana

88 Views
Share :
The war between Ram and Ravana

The war between Ram and Ravana

88 Views

राम-रावण युद्ध
 
अस कहि रथ रघुनाथ चलावा । बिप्र चरन पंकज सिरु नावा ॥
तब लंकेस क्रोध उर छावा । गर्जत तर्जत सन्मुख धावा ॥१॥
 
जीतेहु जे भट संजुग माहीं । सुनु तापस मैं तिन्ह सम नाहीं ॥
रावन नाम जगत जस जाना । लोकप जाकें बंदीखाना ॥२॥
 
खर दूषन बिराध तुम्ह मारा । बधेहु ब्याध इव बालि बिचारा ॥
निसिचर निकर सुभट संघारेहु । कुंभकरन घननादहि मारेहु ॥३॥
 
आजु बयरु सबु लेउँ निबाही । जौं रन भूप भाजि नहिं जाहीं ॥
आजु करउँ खलु काल हवाले । परेहु कठिन रावन के पाले ॥४॥
 
सुनि दुर्बचन कालबस जाना । बिहँसि बचन कह कृपानिधाना ॥
सत्य सत्य सब तव प्रभुताई । जल्पसि जनि देखाउ मनुसाई ॥५॥
 
(छंद)
जनि जल्पना करि सुजसु नासहि नीति सुनहि करहि छमा ।
संसार महँ पूरुष त्रिबिध पाटल रसाल पनस समा ॥
एक सुमनप्रद एक सुमन फल एक फलइ केवल लागहीं ।
एक कहहिं कहहिं करहिं अपर एक करहिं कहत न बागहीं ॥
 
(दोहा)
राम बचन सुनि बिहँसा मोहि सिखावत ग्यान ।
बयरु करत नहिं तब डरे अब लागे प्रिय प्रान ॥ ९० ॥
 
રામ-રાવણનું યુદ્ધ
 
ચાલ્યા રથ સાથે રઘુનાથ વિપ્રપદ કમળવંદન સાથ,
લંકેશ ઉરે વ્યાપ્યો ક્રોધ, ગરજ્યો જાણે બળનો ધોધ.
 
બોલ્યો હે તાપસ સુણ વાત, અન્ય સમી ના મારી જાત;
રાવણ નામ જગતમાં ખ્યાત, લોકપાલ પણ મારા દાસ.
 
ખરદૂષણ વિરાધનો નાશ ભલે કર્યો તેં, બનતાં વ્યાધ;
વાલિને હણ્યો, અસુર હણ્યા, મેઘનાદ માર્યો મુજ ભ્રાત.
 
રણથી નાસે આજ નહીં વેર લઉં તો પૂર્ણ અહીં;
આવ્યો તું રાવણની પાસ, થઈ જશે કાળતણો ગ્રાસ.
 
કાળવશ ગણી સુણતાં વાણ વદ્યા સ્મિત કરી કૃપાનિધાન;
પ્રભુતા સત્ય બધી તારી, દાખવ બળ તારું ભારી.
 
(છંદ)
બકવાદથી કર નાશ ના યશનો, સુણી લે નીતિને,
પુરુષો ત્રિવિધ આંબા ફણસ જગમાં ગુલાબસમાન છે;
દે ફૂલ ગુલ, ફળફૂલ આંબો, ફણસ કેવળ ફળ ધરે,
એવી રીતે જન એક બોલે, અન્ય બોલે તે કરે,
ને અન્ય કેવળ કરે, બોલી ના બતાવે, આચરે.
 
(દોહરો)   
દશાનન હસ્યો સાંભળી, વદ્યો, મને છે જ્ઞાન,
ડર્યો વેર કરતાં નહીં, પ્રિય ગણે હવે પ્રાણ.

 

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *