Saturday, 27 July, 2024

શું તમારો મની પ્લાન્ટ પણ વારંવાર સૂકાઈ જાય છે?

121 Views
Share :
શું તમારો મની પ્લાન્ટ પણ વારંવાર સૂકાઈ જાય છે?

શું તમારો મની પ્લાન્ટ પણ વારંવાર સૂકાઈ જાય છે?

121 Views

ઘરે મની પ્લાન્ટ ઉછેરવો મોટાભાગના લોકો પસંદ કરે છે. કોઈને ઘર સજાવવા માટે મની પ્લાન્ટ લગાવવો પસંદ હોય છે તો કોઈ વાસ્તુ અનુસાર આ પ્લાન્ટને ઘરમાં રાખવા ઈચ્છે છે પરંતુ ઘણી વખત મની પ્લાન્ટ સૂકાઈ જાય છે.

જેને લીલોછમ રાખવા માટે લોકો જુદા-જુદા પ્રકારની રીતો અજમાવે છે પરંતુ તેમ છતાં આ મની પ્લાન્ટ લીલોછમ રહેતો નથી. દરમિયાન તમે અમુક ગાર્ડનિંગ ટિપ્સને ફોલો કરી શકો છો. જે તમારા મની પ્લાન્ટના ગ્રોથને ખૂબ શ્રેષ્ઠ બનાવી શકે છે. 

છોડના નવા મૂળ બનાવો

ઘણી વખત મની પ્લાન્ટનો છોડ સૂકાવા લાગે છે કે પછી સડવા લાગે છે, જેનાથી તેના મૂળનો વિકાસ થતો નથી. એવામાં તેના નવા મૂળને તૈયાર કરવા માટે મની પ્લાન્ટના પાંદડાને ટ્રિમ કરીને છોડના મૂળને માટીમાં રોપો પરંતુ તેમાં તમને ખૂબ વધુ પાણી આપવાનું નથી. સાથે જ એ વાતનું પણ ધ્યાન રાખવાનું છે કે શરૂઆતમાં આ છોડમાં કોઈ પણ પ્રકારના ફર્ટિલાઈઝર ઉપયોગ ન કરો નહીંતર મની પ્લાન્ટના મૂળ સડી શકે છે. જ્યારે તેના નવા મૂળ તમને જોવા મળવા લાગે ત્યારે તમે તેને પોતાની પસંદ અનુસાર કોઈક છોડ કે પછી બોટલમાં લગાવીને રાખો. 

પાણીમાં આ રીતે વિકાસ ઝડપી થશે

ઘણા લોકો મની પ્લાન્ટને ઘરના ખૂણામાં સજાવટ તરીકે રાખવાનું પસંદ કરે છે. એવામાં જો તમે પાણીમાં આ છોડને રાખવાનું ઈચ્છો છો તો તમારે સમયાંતરે આનું પાણી બદલવુ જોઈએ. આ સાથે જ એ વાતનું પણ ધ્યાન રાખો કે જ્યારે પણ પાણી બદલો તો તેમાં અડધી કે એક ગોળી એસ્પ્રિનની પણ નાખો. મની પ્લાન્ડનો નોડ તમારે પાણીની અંદર જ રાખવાનો છે ત્યારે આનો ગ્રોથ સારો થશે. 

માટીમાં મની પ્લાન્ટનો ગ્રોથ આ રીતે કરો

ઘણા લોકો મની પ્લાન્ટને માટીમાં લગાવ્યા બાદ તેની સંભાળ રાખતા નથી. જ્યારે મની પ્લાન્ટના સારા ગ્રોથ માટે તેની યોગ્ય સારસંભાળ રાખવી પણ જરૂરી છે. દરમિયાન જો તમારો મની પ્લાન્ટ માટીમાં ઉગાડ્યા છતાં પણ વિકાસ થઈ રહ્યો નથી તો તમે સમયાંતર તેના પીળા અને સૂકાયેલા પાંદડા છોડમાંથી દૂર કરતા રહો. સાથે જ છોડમાં ખાતર અને પાણી આપવાનું પણ ધ્યાન રાખો. 

આ ખાતરનો ઉપયોગ કરો

મની પ્લાન્ટનો વિકાસ સારો કરવા માટે તમે ઘરે ખાતર બનાવીને તેનો ઉપયોગ કરી શકો છો. આ માટે તમે છાણના ખાતરને સરસવના તેલ સાથે મિક્સ કરી લો. પછી એક બાઉલ પાણી પણ તેમાં એડ કરો અને આ ખાતરનો ઉપયોગ મની પ્લાન્ટમાં કરો. આનાથી મની પ્લાન્ટ લીલોછમ રહેશે સાથે જ વિકાસ પણ સારો થશે.

આ બાબતોનું રાખો ધ્યાન

મની પ્લાન્ટને તડકામાં ન રાખો કેમ કે આનાથી છોડના પાંદડા બળી શકે છે. મની પ્લાન્ટના વિકાસ માટે તમે તેમાં થોડુ એપ્સમ સોલ્ટ નાખી શકો છો. સાથે જ એ વાતનું પણ ધ્યાન રાખો કે મની પ્લાન્ટની માટી વધુ સૂકી ના રહે પરંતુ ખૂબ વધુ પાણીનો ઉપયોગ પણ ન કરો એટલે માટીનું લેવલ ભીનાશવાળુ રહે. આ સાથે જ આમાં ખૂબ હેવી ફર્ટિલાઈઝરનો ઉપયોગ ન કરો આનાથી પણ આના પાંદડા ખરાબ થઈ શકે છે.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *