Saturday, 27 July, 2024

Trio sneak away, leave people behind

81 Views
Share :
Trio sneak away, leave people behind

Trio sneak away, leave people behind

81 Views

सब को पीछे छौडकर राम निकल पडे
 
जागे सकल लोग भएँ भोरू । गे रघुनाथ भयउ अति सोरू ॥
रथ कर खोज कतहहुँ नहिं पावहिं । राम राम कहि चहु दिसि धावहिं ॥१॥
 
मनहुँ बारिनिधि बूड़ जहाजू । भयउ बिकल बड़ बनिक समाजू ॥
एकहि एक देंहिं उपदेसू । तजे राम हम जानि कलेसू ॥२॥
 
निंदहिं आपु सराहहिं मीना । धिग जीवनु रघुबीर बिहीना ॥
जौं पै प्रिय बियोगु बिधि कीन्हा । तौ कस मरनु न मागें दीन्हा ॥३॥
 
एहि बिधि करत प्रलाप कलापा । आए अवध भरे परितापा ॥
बिषम बियोगु न जाइ बखाना । अवधि आस सब राखहिं प्राना ॥४॥
 
(दोहा)   
राम दरस हित नेम ब्रत लगे करन नर नारि ।
मनहुँ कोक कोकी कमल दीन बिहीन तमारि ॥ ८६ ॥
 
રામ સૌને મુકીને આગળ વિદાય થાય છે
 
જાગ્યા થતાં જન બધા ભોર, કર્યો રામ ના જોતાં શોર;
રથની કયાંય ન ભાળ મળી, ચતુર્દિશ રહ્યા વિકળ ફરી.
 
ડૂબ્યું અર્ણવ-જલે જહાજ, બન્યો અતિ વ્યથિત વણિકસમાજ;
એકમેકને દે ઉપદેશ, રામે તજ્યા સમજતાં કલેશ.
 
નિંદે સ્વને વખાણે મીન, ધિક્ જીવન રઘુવીર વિહીન;
વિધિએ પ્રિયનો કર્યો વિયોગ, કર્યો ન કેમ મરણનો યોગ ?
 
કરતાં એવાં વિવિધ પ્રલાપ ગયા અવધ સહતાં પરિતાપ;
વિષમ વિયોગ ન થાય વખાણ, અવધિ આશથી રાખ્યા પ્રાણ.
 
(દોહરો)   
દર્શન માટે નિયમવ્રત લઇ રહ્યાં નર-નાર,
કોકી-કોક કમળ વ્યથિત રવિ વિણ જેમ અપાર.

 

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *