Tu Che Mari Jindag Lyrics in Gujarati
By-Gujju26-05-2023
Tu Che Mari Jindag Lyrics in Gujarati
By Gujju26-05-2023
હો તને જોઈ ને હું જીવું છું…(2)
તને જોઈ ને હું જીવું છું
તું છે મારી જીંદગી
હો તું ને તારી વાતો….(2)
તું છે મારી જીંદગી
નસીબ છે તું મારુ મારા ઘર નું અજવાળું…(2)
તારા નામે કર્યું છે જીવન મારુ
તને જોઈ ને ખુશ રહું છું
જીવ થી વધારે માનું છું
તું છે મારી હર ખુશી
તું છે મારી જીંદગી
હો રંગ લાવી દુઆઓ મને તારી પ્રીત મળી
જાણે મુસાફિર ને એની મંજિલ મળી
જો તું હોય સામે તો દુનિયા જાઉં ભૂલી
તું મળે તો વરશે વાલ ની રે વાદળો
તારા માટે જીવવું મરવું તું બધું છે અમારું…(2)
તારા વિના નથી કઈ આ જીવન અમારું
હો તને જોઈ ને ખુશ રહું છું
જીવ થી વધારે માનું છું
તું છે મારી હર ખુશી
તું છે મારી જીંદગી
હો તને કઈ થાય તો મને દર્દ થાય છે
દૂર તું જાય તો આખો રડી જાય છે
હો હો બંધ કરું આખો તો તુજ દેખાય છે
યાદ કરું દિલ થી તો સામે આવી જાય છે
તારી આંખે દુનિયા ભાળું તારા વિના છે અંધારું…(2)
તારા નામે કર્યું છે જીવન આ મારુ
હો તને જોઈ ને હું જીવું છું…(2)
તું છે મારી જીંદગી
તું છે મારી હર ખુશી
તું છે મારી જીંદગી




















































