Sunday, 29 December, 2024

Tu Nahi Samje To Biju Kon Samajse Lyrics in Gujarati

112 Views
Share :
Tu Nahi Samje To Biju Kon Samajse Lyrics in Gujarati

Tu Nahi Samje To Biju Kon Samajse Lyrics in Gujarati

112 Views

મને તું સમજવાની કોશિશ કર
મને તું સમજવાની કોશિશ કર
તું નહિ સમજે તો બીજું કોણ સમજશે

જુદા પડવાની વાતો ના કર
જુદા પડવાની વાતો ના કર
તું નહિ સમજે તો બીજું કોણ સમજશે

વિચારેલા સપના તુટી રે જાહે
એટલું તો અલી મારૂ શું થાહે
મને તું સમજવાની કોશિશ કર
મને તું સમજવાની કોશિશ કર
તું નહિ સમજે તો બીજું કોણ સમજશે

દિલની વેદના ચહેરા પર દેખાય છે
પણ મારી હાલત તને ચો હમજાય છે
જેને જોઈ હસતા એ રડાવી રે જાય
દિલને ત્યારે બહુ ખોટું લાગી જાય છે
હાચું કહું તો તમને આવા નોતા ધાર્યા
નાજુક દિલ પર ઘાવ ચમ માર્યા
મને તું સમજવાની કોશિશ કર
મને તું સમજવાની કોશિશ કર
તું નહિ સમજે તો બીજું કોણ સમજશે

હો મોઢું જોઈ મનની વાત જોણી લેતા
કીધા વગર બધું હમજી રે જાતા
અરે એક પળ મારા વગર નો રેતા
પારકા કરી તમે દિલ તોડી દેતા
અલી પ્રેમનો જુગાર તારા વિશ્વાસે ખેલ્યો
તોય તે ચમ મને એકલો રે મેલ્યો
મને તું સમજવાની કોશિશ કર
મને તું સમજવાની કોશિશ કર
તું નહિ સમજે તો બીજું કોણ સમજશે
અલી તું નહિ સમજે તો બીજું કોણ સમજશે

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *