Saturday, 4 January, 2025

તું સત્સંગનો રસ ચાખ

322 Views
Share :
તું સત્સંગનો રસ ચાખ

તું સત્સંગનો રસ ચાખ

322 Views

સત્સંગનો રસ ચાખ, પ્રાણી.
તું સત્સંગનો રસ ચાખ.

પ્રથમ લાગે તીખો ને કડવો,
પછી આંબા કેરી શાખ … પ્રાણી, તું.

આ રે કાયાનો ગર્વ ન કીજે,
અંતે થવાની છે ખાખ. … પ્રાણી, તું.

હસ્તિ ને ઘોડી, માલ ખજાના,
કાંઈ ન આવે સાથ. … પ્રાણી, તું.

સત્સંગથી બે ઘડીમાં મુક્તિ,
વેદ પૂરે છે સાખ. … પ્રાણી, તું.

બાઈ મીરાં કહે પ્રભુ ગિરિધરનાગર,
હરિચરણે ચિત્ત રાખ. … પ્રાણી, તું.

– મીરાંબાઈ

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *