Unchhi Talavadi Ni Kor Lyrics in Gujarati
By-Gujju31-05-2023
182 Views

Unchhi Talavadi Ni Kor Lyrics in Gujarati
By Gujju31-05-2023
182 Views
ઉંચી તલાવડીની કોર
પાણી ગ્યા’તાં પાણી ભરતાં રે જોયો સાહ્યબો
બોલે અષાઢીનો મોર
પાણી ગ્યા’તાં પાણી ભરતાં રે જોયો સાહ્યબો
ગંગા જમની બેડલું ને કિનખાબી ઈંઢોણી
નજર્યું ઢાળી હાલું તોય લાગી નજર્યું કોની
વગડે ગાજે મુરલીના શોર
પાણી ગ્યા’તાં પાણી ભરતાં રે જોયો સાહ્યબો
ઉંચી તલાવડીની કોર
પાણી ગ્યા’તાં પાણી ભરતાં રે જોયો સાહ્યબો
ભીંજી ભીંજી જાય મારા પાલવડાની કોર
આંખ મદીલી ઘેરાણી
જાણે બન્યું ગગન ઘનઘોર
છાનો મારે આ સૂનો દોર