ઉત્કટાસન
By-Gujju12-05-2023
280 Views
ઉત્કટાસન
By Gujju12-05-2023
280 Views
ઉત્કટાસન : શરીરના સંતુલન પર આધારિત આ આસન શરીરની તાકાત, સ્થિરતા અને સંતુલન વધારે છે. આ આસન આપણા સંપૂર્ણ શરીર અને મુખ્યત્વે પગને શક્તિ, સહનશીલતા અને પ્રમાણબદ્ધતા આપવા ખૂબ જ ઉત્તમ આસન છે.
મૂળ સ્થિતિ : સાવધાનની સ્થિતિમાં ઊભા રહેવું.
- બન્ને પગ સાથે રાખીને સાવધાનની સ્થિતિમાં ઊભા રહો.
- પગના પંજા ઉપર ઊભા થઈ અને બન્ને હાથને ચિત્રમાં દર્શાવ્યા પ્રમાણે આગળ સીધા લઈ જાઓ.
- ત્યાર બાદ ધીરે ધીરે શરીર નીચે નમાવો.
- આ સ્થિતિમાં શ્વાસ બહાર કાઢો.
- શરીરનું સમતોલન જાળવો.
- ઘૂંટણમાંથી પગને વાળી થાપાનો ભાગ નીચે કરો. આ સ્થિતિમાં યથાશક્તિ રોકાઈ રહો.
- હવે, શ્વાસ લઈ ઊભા થાઓ અને મૂળ સ્થિતિમાં પાછા આવો.
- આ ક્રિયાનો યથાશક્તિ મહાવરો કરો.
- વધુ સમય શ્વાસ રોકી ન રાખવો.
- શ્વાસ લેતી વખતે પણ સાવધાની રાખવી.
- શરીરની સ્થિરતા જાળવવી અને સંતોલન પણ જાળવવું.
- જે વ્યક્તિઓને ઘૂંટણની ઈજા હોય તેવા વ્યક્તિઓએ કોઈ યોગ નિષ્ણાતના માર્ગદર્શનમાં આ આસન કરવું.
- મન કેંદ્રિત રાખવું જેથી શરીરનું સંતુલન જળવાઈ રહે.
- આ આસનની જઠરાગ્નિ પ્રદિપ્ત થાય છે.
- પગની ઘૂંટીઓ શક્તિ સંપન્ન બને છે.
- મળ અવરોધ દૂર થાય છે.
- પીઠનો દુખાવો મટે છે.
- જાંઘના સ્નાયુઓ શક્તિશાળી બને છે.
- કમરને વ્યાયમ મળે છે.
- પેટની બધી જ વ્યાધિઓ થતી અટકે છે.
- હૃદય અને ફેફસાંની દુર્બળતા અટકે છે.
- સંધિવા રોગ નાશ પામે છે.
- શરીરના તમામ સાંધાઓને પોષણ મળે છે.