माया का प्रभाव
जो माया सब जगहि नचावा । जासु चरित लखि काहुँ न पावा ॥
सोइ प्रभु भ्रू बिलास खगराजा । नाच नटी इव सहित समाजा ॥१॥
सोइ सच्चिदानंद घन रामा । अज बिग्यान रूपो बल धामा ॥
ब्यापक ब्याप्य अखंड अनंता । अखिल अमोघसक्ति भगवंता ॥२॥
अगुन अदभ्र गिरा गोतीता । सबदरसी अनवद्य अजीता ॥
निर्मम निराकार निरमोहा । नित्य निरंजन सुख संदोहा ॥३॥
प्रकृति पार प्रभु सब उर बासी । ब्रह्म निरीह बिरज अबिनासी ॥
इहाँ मोह कर कारन नाहीं । रबि सन्मुख तम कबहुँ कि जाहीं ॥४॥
(दोहा)
भगत हेतु भगवान प्रभु राम धरेउ तनु भूप ।
किए चरित पावन परम प्राकृत नर अनुरूप ॥ ७२(क) ॥
जथा अनेक बेष धरि नृत्य करइ नट कोइ ।
सोइ सोइ भाव देखावइ आपुन होइ न सोइ ॥ ७२(ख) ॥
માયાનો જીવ પર પ્રભાવ
જગને જે નચવે માયા સમજે ના જેને ડાહ્યા,
તે પ્રભુ ભ્રુવિલાસ ખગરાજ, નટીસમી નાચે સસમાજ.
અજવિજ્ઞાન રૂપ બળધામ સત ચિત આનંદ છે શ્રીરામ;
વ્યાપક વ્યાપ્ય અખંડ અનંત અખિલ અમોઘશક્તિ ભગવંત.
નિર્ગુણ તેમ ગિરાગોતીત સમદર્શી અનવદ્ય અજીત,
નિર્મમ નિરાકાર નિર્મોહ નિત્ય નિરંજન સુખસંદોહ.
પ્રકૃતિપાર પ્રભુ સહુ ઉરવાસ બ્રહ્મ નિરીહ વિરજ અવિનાશ;
મોહતણું કારણ નવ ત્યાં તિમિર જતું રવિ સન્મુખ ના.
(દોહરો)
ભક્ત હેતુ ભગવાન પ્રભુ રામે બનતાં ભૂપ,
કર્યાં ચરિત પાવન પરમ પ્રાકૃત નર અનુરૂપ.
ધારી અસંખ્ય વેશને નૃત્ય કરે નટ જેમ,
તે તે ભાવ બતાવતાં પોતે હોય ન તેમ.