श्रीराम की बाललीला
अरुन पानि नख करज मनोहर । बाहु बिसाल बिभूषन सुंदर ॥
कंध बाल केहरि दर ग्रीवा । चारु चिबुक आनन छबि सींवा ॥१॥
कलबल बचन अधर अरुनारे । दुइ दुइ दसन बिसद बर बारे ॥
ललित कपोल मनोहर नासा । सकल सुखद ससि कर सम हासा ॥२॥
नील कंज लोचन भव मोचन । भ्राजत भाल तिलक गोरोचन ॥
बिकट भृकुटि सम श्रवन सुहाए । कुंचित कच मेचक छबि छाए ॥३॥
पीत झीनि झगुली तन सोही । किलकनि चितवनि भावति मोही ॥
रूप रासि नृप अजिर बिहारी । नाचहिं निज प्रतिबिंब निहारी ॥४॥
मोहि सन करहीं बिबिध बिधि क्रीड़ा । बरनत मोहि होति अति ब्रीड़ा ॥
किलकत मोहि धरन जब धावहिं । चलउँ भागि तब पूप देखावहिं ॥५॥
(दोहा)
आवत निकट हँसहिं प्रभु भाजत रुदन कराहिं ।
जाउँ समीप गहन पद फिरि फिरि चितइ पराहिं ॥ ७७(क) ॥
प्राकृत सिसु इव लीला देखि भयउ मोहि मोह ।
कवन चरित्र करत प्रभु चिदानंद संदोह ॥ ७७(ख) ॥
શ્રીરામની બાળલીલા
અરુણ હથેળી અંગુલિ મનહર, બાહુ વિશાળ વિભૂષણ સુંદર,
કંધ બાલકેહરિ દરગ્રીવા, ચારુ ચિબુક મુખ રસપરિસીમા.
સુમધુર વચન અધર છે લાલ, દશન વિશદ અતિસુંદર ગાલ;
લલિત મનોહર અદભુત નાક, સકલ સુખદ શશિકરસમ હાસ.
નીલકંજલોચન ભવમોચન શોભે ભાલ તિલક ગોરોચન;
ભ્રુકુટિ વક્ર સમ કેશ રસાળ, કુંચિત કચ સૌન્દર્ય અપાર.
ઝભલું પીત શોભતું અંગ, ગમે મને સ્મિત, દૃષ્ટિ, ઉમંગ;
નૃપઆંગણમાં કરે વિહાર, પેખી પ્રતિબિંબ કરે નાચ.
ક્રીડા એમ અનેક કરે, સંકોચ કહ્યે થાય મને;
પકડવા મને પાછળ પડે, દોડું ત્યારે વ્યંજન ધરે.
(દોહરો)
લીલા લૌકિક શિશુસમી થયો દેખતાં મોહ,
કેવાં ચરિત કરી રહ્યા ચિદાનંદ સંદોહ !