Friday, 20 September, 2024

ઉત્તરાયણ (મકરસંક્રાંતિ) વિશે નિબંધ 

289 Views
Share :
ઉત્તરાયણ (મકરસંક્રાંતિ) વિશે નિબંધ 

ઉત્તરાયણ (મકરસંક્રાંતિ) વિશે નિબંધ 

289 Views

‘ઉત્તરાયણ ઊડે ઊડે છે મારો પતંગ, ઊંચે ઊંચે પેલા વાદળની સંગ.’ 

14મી જાન્યુઆરીના રોજ મકરસંક્રાંતિનો તહેવાર ઊજવવામાં આવે છે. તે આબાલવૃદ્ધ સૌનો પ્રિય તહેવાર છે.

આ દિવસે સૂર્ય મકર રાશિમાં પ્રવેશે છે. તેથી એને ‘મકરસંક્રાંતિ’ કહે છે. આ દિવસથી સૂર્ય ઉત્તર તરફ પ્રયાણ કરતો હોવાથી તેને ‘ઉત્તરાયણ’ પણ કહે છે. 

દિવાળી પછી તરત જ ઉત્તરાયણની તૈયારીઓ શરૂ થઈ જાય છે. પતંગ બનાવવાની અને દોરી રંગવાની પ્રવૃત્તિથી શહેરો ધમધમી ઊઠે છે. મકરસંક્રાંતિની આગલી રાતે બજારમાં ઘણી ભીડ જોવા મળે છે. સૌ યુદ્ધની તૈયારી કરતાં હોય તેમ પતંગોને કિન્ના બાંધવા લાગી જાય છે. 

મકરસંક્રાંતિના દિવસે વહેલી સવારથી જ આકાશમાં પતંગયુદ્ધ શરૂ થઈ જાય છે. આકાશ રંગબેરંગી પતંગોથી છવાઈ જાય છે. ઠેરઠેરથી ‘કાટા…’ ‘કાટા…’ ‘લપેટ…’ ‘લપેટ…’ ની બૂમો સંભળાય છે. સ્પીકરોનો ઘોઘાટ વાતાવરણને ગજવી મૂકે છે. પતંગરસિયાઓ પતંગ ચગાવવાનો પૂરેપૂરો આનંદ માણે છે. 

આ તહેવારનું ધાર્મિક મહત્ત્વ પણ છે. આ દિવસે ગાયોને બાજરીની ઘૂઘરી અને ઘાસ નીરવામાં આવે છે. લોકો તલના લાડુમાં સિક્કા પૂરી તે લાડુ દાનમાં આપે છે. તે ગુપ્તદાનનો મહિમા દર્શાવે છે. આ દિવસે લોકો શેરડી, બોર અને તલસાંકળી ખાય છે. 

કેટલાક લોકોને પતંગ ચગાવવા કરતાં પતંગ લૂંટવામાં ઘણો રસ પડે છે. કેટલાક લોકો પતંગ પકડવા જતાં ધાબા પરથી નીચે પડી જાય છે કે રસ્તા પર વાહનો સાથે અથડાય છે. 

કેટલાક લોકો રાતે ટુક્કલ ચગાવે છે અને બીજા દિવસે વાસી ઉત્તરાયણ મનાવે છે. 

આમ, મકરસંક્રાંતિ સૌને આનંદ આપનારો તહેવાર છે.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *