Sunday, 22 December, 2024

Vachan Viveki Je Nar Panbai Lyrics in Gujarati

583 Views
Share :
Vachan Viveki Je Nar Panbai Lyrics in Gujarati

Vachan Viveki Je Nar Panbai Lyrics in Gujarati

583 Views

વચન વિવેકી જે નર નારી પાનબાઈ !
તેને બ્રહ્માદિક લાગે પાય રે,
યથાર્થ વચનની સાન જેણે જાણી
તેને કરવું પડે ન બીજું કાંઈ જી…
વચન વિવેકી જે નર નારી…
 
વચનમાં સમજે તેને મહાસુખ ઉપજે ને
ઈ તો ગત રે ગંગાજી કહેવાય,
એકમના થઈ ને આરાધ કરે તો તો,
નકલંગ પરસન થાય…
વચન વિવેકી જે નર નારી…
 
વચને થાપન ને વચને ઉથાપન, પાનબાઈ !
વચને મંડાય ધણીનો પાટ
વચનના પૂરા ઈ તો નહિં રે
અધૂરા ને વચનનો લાવે જો ને ઠાઠ…
વચન વિવેકી જે નર નારી…
 
વસ્તુ વચનમાં છે પરિ પૂરણ, પાનબાઈ !
વચન છે ભક્તિનું અંગ છે,
ગંગા સતી એમ બોલીયાં રે,
કરવો વચનવાળાનો સંગ…  
વચન વિવેકી જે નર નારી…

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *