Tuesday, 25 March, 2025

Vadhaamana Lyrics in Gujarati

192 Views
Share :
Vadhaamana Lyrics in Gujarati

Vadhaamana Lyrics in Gujarati

192 Views

હે આવી આષોની રઢિયાળી રાત
મારી માંના વધામણાં લેવા
હે આવી આષોની રઢિયાળી રાત
મારી માંના વધામણાં લેવા

હે હાલો લયે લયે , હાલો લયે લયે
હાલો લયે પાવાગઢની વાટ
મારી માંના વધામણાં લેવા

હે આવી આષોની રઢિયાળી રાત
મારી માંના વધામણાં લેવા

માં એ સોળે સજયા શણગાર
માંનું ઉંચે ડુંગરીએ દરબાર
માં એ સોળે સજયા શણગાર
હે માંનું ઉંચે ડુંગરીએ દરબાર

જુઓ ઉમટો  ઉમટો , જુઓ ઉમટો ઉમટો
જુઓ ઉમટો છે પુરો સંસાર
મારી માંના વધામણાં લેવા

હે આવી આષોની રઢિયાળી રાત
મારી માંના વધામણાં લેવા

ઢોલ વાગે શરણાઈ સિતાર
વહે બંસીમાં સૂરોની ધાર
ઢોલ વાગે શરણાઈ સિતાર
વહે બંસીમાં સૂરોની ધાર

ગુંજે ઝાંઝરનો ,ગુંજે ઝાંઝરનો
ગુંજે ઝાંઝરનો ઝીણો ઝણકાર
મારી માંના વધામણાં લેવા

હે આવી આષોની રઢિયાળી રાત
મારી માંના વધામણાં લેવા
મારી માંના વધામણાં લેવા
મારી માંના વધામણાં લેવા  …

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *