Monday, 23 December, 2024

Vagado Manjira Lyrics in Gujarati

220 Views
Share :
Vagado Manjira Lyrics in Gujarati

Vagado Manjira Lyrics in Gujarati

220 Views

હે તને હમજાયોં તોય તું હમજ્યો ના
પ્રેમના નામે તને મળે છે દગા
એ તારા ભાઈયોની વાત તું મોંન્યો ના
એટલે ગોંડા તારે આયા છે વખા

અરે અરે અરે તારી જાનુડી નિકળી દગાબાજ
હા તારી જાનુડી નિકળી દગાબાજ
વગાડો હવે મંજીરા
એ તને પીતો કર્યો રમ-વિસ્કી
એ બીજે પીવે ઝલઝીરા
એ કડવા લાગે ભાઈબંધો
 ભડવા લાગે ભાઈબંધો
હમજાયોં હમજ્યો ના
વાગે મંજીરા
અરે અરે અરે તારી જાનુડી વેતરી ગઈ
વગાડો હવે મંજીરા

એ હમજાયોં તને નતો રે હમજતો
કરીને ગઈ ભઈલા તને રે ભટકતો
હા હાંચુ તને કેતા ચડતો તને ચટકો
બેવફા છે તારા કાળજાનો કટકો
એ તું પડ્યો છે રોવામાં
એ ફરે છે ગોવામાં
ભઈની જાનુ છેતરી ગઈ
 હવે પડ્યા ભઈ ધીરા
તારી બબુડી નિકળી દગાબાજ
લઈ ફરતા ફરો મંજીરા

હો પ્રેમ એટલો કરતા ભઈ એની ઓખે  ભાળતા
ગોમ આખું કહેતું તોય કોઈનું ના હોમભળતા
હો ભઇયોંની મહેફિલથી દૂર ભઈ ભાગતા
પ્રેમ તારો હાંચો ભયલા એ કરી ગઈ વાર્તા
એ ગાડીયો રે વેચાઈ દીધી
દેવા રે કરાય દીધા
કરી નાખે ઘુઘરા જેવા
વાગે મંજીરા
હો તારી બબુડી નિકળી દગાબાજ
લઈ ફરતા ફરો મંજીરા
અરે અરે અરે તારી જાનુડી વેતરી ગઈ
વગાડો હવે મંજીરા

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *