Vage Re Vage Nobat Vage Lyrics in Gujarati
By-Gujju28-04-2023
310 Views
Vage Re Vage Nobat Vage Lyrics in Gujarati
By Gujju28-04-2023
310 Views
વાગે રે વાગે નોબત વાગે
મારે ઘેર આજે પધારો વિનાયક
વાગે રે વાગે નોબત વાગે
મારે ઘેર આનંદ વધાવો વિનાયક
વાગે રે વાગે…
આજ વિનાયક કોના ઘરે નોતર્યા
આજ વિનાયક લાડી ઘરે નોતર્યા
કુમકુમ પગલે પધારો વિનાયક
વાગે રે વાગે…
આજ વિનાયક કોના ઘરે નોતર્યા
આજ વિનાયક લાડા ઘરે નોતર્યા
હોંસે માંડવે પધારો વિનાયક
વાગે રે વાગે…
આજ લાડકડીના લગન લેવાયા
આજ લાડકડીના લગન લેવાયા
હોંસે લગનિયા વધાવો વિનાયક
વાગે રે વાગે…