વાઘ બારસ નું મહત્વ
By-Gujju10-10-2023
વાઘ બારસ નું મહત્વ
By Gujju10-10-2023
વાઘ બારસ એ દિવાળી મહત્સવનો અગત્યનો દિવસ છે જે ભારત સહિત અન્ય દેશોમાં ખૂબ જ ઘામઘુમથી ઉજવવામાં આવે છે. આ તહેવાર બુરાઇ ૫ણ ભલાઇની જીત, અંઘકાર ૫ર પ્રકાશની જીત, અને અજ્ઞાન ૫ર જ્ઞાનની જીતના પ્રતિક રૂપે મનાવવામાં આવે છે.
આજે વાઘ બારસ છે. આ દિવસે સરસ્વતી દેવીની આરાધના કરવાનો પણ મહિમા છે. વાક એટલે કે વાણી અને વાણી અને સંગીતની દેવી સરસ્વતીનું પણ આજે પૂજન કરવામાં આવે છે. વાઘ સામર્થ્યનું પ્રતીક છે. મનુષ્યે નૂતન પ્રારંભ માટે સમર્થ થવાનું છે, પરાક્રમી થવાનું છે, જોખમ ખેડવાનું છે, સ્થૂળ પ્રાપ્તિ માટે પણ આ ગુણો જરૂરી છે. આંતરસમૃદ્ધિ વધારવા માટે તો ઘણા વધારે સમર્થ, પરાક્રમી થવું જરૂરી છે. એ આસાન માર્ગ નથી. એટલે જોખમ ખેડવાનું છે. એવા સામર્થ્યની ઉપાસના કરવાનું પર્વ એટલે વાઘબારસ.
વસુ એટલે ગાય. ગાયને રુએ રુએ દેવતા છે એવું આપણા શાસ્ત્રો કહે છે એટલે ગાયનું પૂજન કરવાથી બધા જ દેવતાઓનું પૂજન થઈ જાય છે એવી માન્યતા છે. એવી માન્યતા છે કે ગૌમાતા બારસના દિવસે ક્ષીર સાગરમાંથી પ્રગટ થયેલાં. ઈન્દ્ર પાસે ઈચ્છીત ફળ આપનારી કામધેનુ નામની ગાય છે એવી માન્યતા છે. આમેય ભારત જેવા ખેતીપ્રધાન દેશમાં ગાય અને ગૌવંશની એક વિશિષ્ટ મહત્તા છે.
વસુ એટલે કે ગાય. ગાયનું પૂજન કરવાથી બધા જ દેવતાઓનું પૂજન થઈ જાય છે એવી માન્યતા છે. એવી માન્યતા છે કે ગૌમાતા બારસના દિવસે ક્ષીર સાગરમાંથી પ્રગટ થયેલાં. આજના દિવસે લોકો ધનતેરસની પૂજાની તૈયારી પણ કરતા હોય છે. અને પૂજન સામગ્રીની ખરીદી કરતા હોય છે. અગાઉના જમાનામાં વ્યક્તિ પાસેની સમૃદ્ધિનું માપ એની પાસે કેટલું ગૌધન છે ગાયનું દાન આપવાનો પણ વિશિષ્ટ મહિમા છે ત્યારે સ્વયં ભગવાન શ્રીકૃષ્ણે ગોવાળીયા બનીને જે ગાયમાતાની સેવા કરી હતી ગૌમાતાના ક્ષીરસાગરમાંથી પ્રાગટ્ય દિવસે એનું પૂજન કરી નીરણ અથવા ખાણ ખવરાવવાનો વિશિષ્ટ મહિમા છે.
વનવાસી લોકજીવન પ્રકૃતિ પર નિર્ભર છે. ડાંગના જંગલો તેમજ ગુજરાતની આદિવાસી પૂર્વ-ઉત્તર પટ્ટીમાં વસતા વનવાસીઓને પોતાના ઢોરઢાંખર ચારવા, ખેતી અર્થે તેમજ વન્ય પેદાશો મેળવવા જંગલમાં અવર-જવર કરવી પડતી હોય છે. સ્વાભાવિક રીતે જ આ પ્રવૃત્તિમાં તેમને જંગલી પશુઓ અથવા સાપ કે અજગર જેવા સરિસૃપ જીવો સાથે ભેટો થતો હોય છે. આ કારણથી માણસ રખડુ જીવન ગાળતો હતો અને જંગલો ખુંદતો હતો ત્યારથી સાપ, વાઘ તેમજ અન્ય વનસૃષ્ટિ તેમજ કુદરતની ઉપાસના કરતો આવ્યો છે. આપણા વનવાસીઓમાં પ્રકૃતિ પૂજાની આ પ્રથા આજે પણ ચાલે છે.
વાઘ બારસ નું મહત્વ
દિવાળીના તહેવારની શરૂઆત વાઘ બારસના દિવસથી થાય છે. આ દિવસે ગાયની પૂજાનું અનેરૂ મહત્વ રહેલુ છે. આ દિવસે શ્રી વલ્લભ ભગવાન દતાત્રેયના અવતાર કૃષ્ણા નદીમાં ગાયબ થઇ ગયા હતા. કેટલાક સ્થળોએ આ દિવસ ગુરૂ અથવા ગૌવત્સ બારસ ના નામથી ૫ણ ઓળખાય છે. ગૌ શબ્દ એ ગાયનો ઉલ્લેખ દર્શાવે છે તથા વત્સ શબ્દ એ વાછડાનો ઉલ્લેખ દર્શાવે છે.
વાઘ બારસને વાક બારસ,વાઘ બારસ,અથવા વસુ બારસ વિગેરે નામોથી ઓળખવામાં આવે છે.આ દિવસે સરસ્વતી દેવીની આરાધના કરવાનો પણ મહિમા છે. વાક એટલે કે વાણી એટલે જ આ દિવસે વાણી અને સંગીતની દેવી સરસ્વતીનું પૂજન કરવાનો મહીમા છે.
ઉપરાંત દિવસને ‘વાઘ બારસ’ તરીકે ઓળખવામાં આવી છે. વાઘ સામર્થ્યનું પ્રતીક છે. મનુષ્યે નૂતન પ્રારંભ માટે સમર્થ થવાનું છે, પરાક્રમી થવાનું છે, જોખમ ખેડવાનું છે, સ્થૂળ પ્રાપ્તિ માટે પણ આ ગુણો જરૂરી છે. પરંતુ આંતરસમૃદ્ધિ વધારવા માટે તો ઘણા વધારે સમર્થ, પરાક્રમી થવું જરૂરી છે. એ આસાન માર્ગ નથી. એટલે જોખમ ખેડવાનું છે. એવા સામર્થ્યની ઉપાસના કરવાનું પર્વ એટલે વાઘબારસ.
ગાય પૂજાનું મહત્વ
આ દિવસ વસુ બારસ તરીકે ૫ણ ઉજવાય છે. જેમાં વસુ એટલે કે ગાય. ગાયમાં તેત્રીસ કરોડ દેવતાઓનો વાસ હોય છે. ગાયનું પૂજન કરવાથી બધા જ દેવતાઓનું પૂજન થઈ જાય છે. એવી માન્યતા છે કે ગૌમાતા બારસના દિવસે ક્ષીર સાગરમાંથી પ્રગટ થયેલાં.
આ દિવસે ખાસ કરીને શ્રીકૃષ્ણ ભગવાનના ભકતો ગાયની પૂજા કરે છે. તેને ઘાસ-ચારો ખવડાવે છે.