વઘારેલ મમરા બનાવવાની Recipes
By-Gujju13-12-2023
વઘારેલ મમરા બનાવવાની Recipes
By Gujju13-12-2023
નમસ્તે મિત્રો આજે આપણે વઘારેલ મમરા બનાવવાની રીત – Vagharela mamra banavani rit શીખીશું, આ મમરા તમે એક વખત બનાવી મહિના સુંધી મજા લઇ શકો છો જે નાના મોટા દરેક ખાઈ શકે છે ઘરમાં નાસ્તા માં , પ્રવાસમાં કે ટિફિન માં લઇ જઇ શકો છો. મોઢા નો સ્વાદ બગડી ગયો હોય ને કઈ ના પણ ના ભાવતું હોય તો મમરા વઘારી ને ખાશો તો મજા આવી જસે તો ચાલો જાણીએ મમરા વઘાર વાની રીત માટે કઈ કઈ સામગ્રી જોઈશે.
વઘારેલ મમરા બનાવવા જરૂરી સામગ્રી
- મમરા 4 કપ
- બેસન ની સેવ 1 કપ
- હળદર 1 ચમચી
- સીંગદાણા ¼ કપ
- હિંગ ½ ચમચી
- લાલ મરચાનો પાઉડર 1 ચમચી
- મીઠા લીમડાના પાન 8-10
- તેલ 4-5 ચમચી
- સ્વાદ મુજબ મીઠું
મમરા વઘારવાની રીત
વઘારેલ મમરા બનાવવા ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં સીંગદાણા નાખી મિક્સ કરી એક બે મિનિટ ધીમા તાપે શેકી લ્યો. સીંગદાણા અડધા થી ઉપર તેલમાં શેકાઈ જાય એટલે એમાં મીઠા લીમડાના પાન અને હિંગ નાખી મિક્સ કરી લ્યો.
હવે એમાં હળદર અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં ચાળી ને સાફ કરેલ મમરા અને લાલ મરચાનો પાઉડર નાખી ફરીથી ધીમા તાપે શેકી ને મમરા ક્રિસ્પી થાય ત્યાં સુંધી હલાવતા રહી ને શેકો.
મમરા શેકાઈ ને ક્રિસ્પી થાય એટલે એમાં બેસન ની સેવ નાખી ને મિક્સ કરી એકાદ મિનિટ ધીમા તાપે શેકી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી થોડી વાર હલાવતા રહો. પાંચ મિનિટ હલાવતા રહ્યા પછી મમરા ને બિલકુલ ઠંડા થવા દયો ત્યાર બાદ એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો ને મજા લ્યો વઘારેલ મમરા.