Sunday, 22 December, 2024

Vagta Dhole Aavavu Padashe Lyrics in Gujarati

134 Views
Share :
Vagta Dhole Aavavu Padashe Lyrics in Gujarati

Vagta Dhole Aavavu Padashe Lyrics in Gujarati

134 Views

અરે વાગતા ઢોલે આવવું પડશે ન્યાય મારી માતા કરશે
વાગતા ઢોલે આવવું પડશે ન્યાય મારી માતા કરશે
જવું હોય તો જા તારે જવું હોય તો જા

માફી તારે માંગવી પડશે
વેણ માંના હાંચા પડશે
જવું હોય તો જાતને લાવશે મારી માં
અરે ટાઈમ ટાઈમની  આ બધી વાત છે
આજે હસી લે કાલ રડવું પડશે
ટાઈમ ટાઈમની  આ બધી વાત છે
આજે હસી લે કાલ રડવું પડશે
અરે હમજી જાને ભઈ તું હવે
વાત મારી મોનને હવે
આ હમજી જાને ભઈ તું હવે
વાત મારી મોનને હવે
પાછો વળી જા કવછું પાછો વળી જા
એ …પાછો વળી જા કવછું પાછો વળી જા

હે રંગ બદલતી આ દુનિયા છે સ્વાર્થની
સમય બદલાતા જોને વાર નથી લગતી
હે મધ દરિયે ડુબશે જયારે તારી નાવડી
સાથ બધા છુટશે યાદ આવશે રે માવડી
પસ્તાવાનો તને પાર નહીં રહેશે
તારા પોતાના તને દગો રે દેશે
પસ્તાવાનો તને પાર નહીં રહેશે
તારા પોતાના તને દગો રે દેશે
તે દાડે તને ખબર પડશે
રાતા પોણીયે રડવું પડશે
એ રાતા પોણીયે રડવું પડશે
જવું હોય તો જા તારે જવું હોય તો જા
હે વાગતા ઢોલે આવવું પડશે ન્યાય મારી માતા કરશે
વાગતા ઢોલે આવવું પડશે ન્યાય મારી માતા કરશે
જવું હોય તો જા તારે જવું હોય તો જા
અરે એ જવું હોય તો જા તારે જવું હોય તો જા

હે જીવથી વધારે મેં તો વિશ્વાસ રાખ્યો
ભારોસો ભઈબંધીનો કેમ તોડી નાખ્યો
હે દીવાના અંજવાળે રડી રડી જાગ્યો
બે હાથ જોડી મેં તો ન્યાય આજ માંગ્યો
હોમભળીલે અંતરની અરજી રે મારી
વારે આવી આજ માવડી તું  મારી
હોમભળીલે અંતરની અરજી રેમારી
વારે આવી આજ માવડી તું મારી
હમજી જાને ભઈ તું હવે
વાત મારી મોનને હવે
હમજી જાને ભઈ તું હવે
વાત મારી મોનને હવે
પાછો ફર્યો તું માંના પગમાં પડ્યો તું
એ વાગતા ઢોલે આયો છે તું
હારીને પછતાયો છે તું
વાગતા ઢોલે આયો છે તું
હારીને પછતાયો છે તું
પાછો ફર્યો તું માંના પગમાં પડ્યો તું
હે પાછો ફર્યો તું માંના પગમાં પડ્યો તું
હે પાછો ફર્યો તું માંના પગમાં પડ્યો તું

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *