Vah Shu Tamaro Payar Lyrics in Gujarati
By-Gujju08-06-2023
Vah Shu Tamaro Payar Lyrics in Gujarati
By Gujju08-06-2023
હે મને મુછ રે દાઢીનો શોખ એ રખાવે
હે મને મુછ રે દાઢીનો શોખ તું રખાવે
મારી મુછો પર તાવ દઈને ઓકડિયો વાળે
હો તને ઘડી હશે જયારે નવરો નાથ
તારા પ્રેમની શું કરવી વાત
અરે વાહ વાહ શું તમારો પ્યાર
અરે ગોંડા કર્યા વાહ વાહ શું તમારો પ્યાર
હે મને મુછ રે દાઢીનો શોખ તું રખાવે
મારી મુછો પર તાવ દઈને ઓકડિયો વાળે
હો નિકળુ નોકરી તો ડિયોનો સ્પ્રે તું છાંટતી
ટિફિન ભરે તો ગોળની કોકરી તું રાખતી
હો સાંજે ઘરે પહોંચું પુછે ખાવા શું બનાવું
ચા કોફી કે દૂધ ગરમ કરીને લાવું
હા હું કહું દુઃખે માથું બહુ
કે છે લોવો નાથ હું દબાવી દવું
અરે વાહ વાહ શું તમારો પ્યાર
એ તે તો ગોંડા કર્યા વાહ વાહ શું તમારો પ્યાર
હે મને મુછ રે દાઢીનો શોખ તું રખાવે
મારી મુછો પર તાવ દઈને ઓકડિયો વાળે
હો તારી મારી જોડી આખું ગામ રે વખાણતું
તું ના મળી હોત તો મને કોણ જાણતું
અરે તારા લીધે શોભે આજ મારા ઘરનું આંગણું
તું મારુ સાચું સોનુ હીરા મોતી જે ગણું
હા માનું છું ખુદને નસીબદાર
મને મળી તું આવી નમણી નાર
અરે વાહ વાહ શું તમારો પ્યાર
અરે વાલી મારી કાયમ રહેજો હારો હાર
અલી તે તો ગોંડા કર્યા વાહ વાહ શું તમારો પ્યાર