Wednesday, 15 January, 2025

Valam Valida Lyrics in Gujarati

911 Views
Share :
Valam Valida Lyrics in Gujarati

Valam Valida Lyrics in Gujarati

911 Views

હશે કંઈ કારણ વ્યાજબી મને આમ છોડવાનું
હશે કંઈ કારણ વ્યાજબી મને આમ છોડવાનું
એટલે તો લાગ્યું તમને લાજમી મારૂં દિલ તોડવાનું
સતા આજ પણ મારૂ દિલ જોવે છે સપના તમને પામવાના
સતા આજ પણ મારૂ દિલ જોવે છે સપના તમને પામવાના
અને લાગવી બેઠું છે આસ કે તમે મળવાના
કે તમે મળવાના

હા છોડી ગયાથા અમને મઝ દરિયે
હસતા મોઢે કહીને પછી મળીયે
હો છોડી ગયાથા અમને મઝ દરિયે
હસતા મોઢે કહીને પછી મળીયે
જીવતા રે લાસ બની બાકળીયે
તમારા દર્શન માટે અમે મરીયે
અમે મરીયે

આ જીણી જીણી આંખલડી મેધ વરસે
તમને જોવા આંખો મારી બઉ રે તરસે
મીઠી મીઠી વાતો કરવા હૈયું હરખે
દલની વાતો કરવા હૈયું બઉ રે  તડપે

તમે વાલનો દરિયો અમે તરસ્યા વાલીડા
વેલેરા તમે આવજો મારા વાલમ વાલિડા
તમે વાલનો દરિયો અમે તરસ્યા વાલીડા
વેલેરા તમે આવજો

હો ભડકે ભડકે બળે મારૂ દલડું આ દલડું
તડપે તડપે છે મારૂં મનડું આ મનડું
તમારા વિના રે સાજણ કેમ સમજાવું
શું છે મારા દિલની હાલત કેમ રે જાણવું
કેમ કરી તમને હું માનવું વાલમજી

તમે વાલનો દરિયો અમે તરસ્યા વાલીડા
તમે વાલનો દરિયો અમે તરસ્યા વાલીડા
વેલેરા તમે આવજો વાલમ વાલિડા
 મારા વાલમ વાલિડા
વાલમ વાલિડા
 મારા વાલમ વાલિડા

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *