વાલમની વાંસળી વાગી.. મારા…
By-Gujju10-10-2023
390 Views

વાલમની વાંસળી વાગી.. મારા…
By Gujju10-10-2023
390 Views
વાલમની વાંસળી વાગી, મારા વ્હાલમની વાંસળી વાગી…
જમુનાજી જળ ભરવા ગઈ’તી, ત્યાં તો વ્હાલમની વાંસળી વાગી…
મારગડો મેલ્ય અલી જાઉં વનવાટે, કાનો જુવે છે મારી વાટ… હો…
નજરું ચુરાવી સૈયરની હું તો, આવી છું તારી હું પાસ… હો…
જમુનાજી જળ ભરવા…
હૈયામાં જાગેલા મોહનનાં મોહને, કેમે કરી ના સચવાય… હો…
દેરાં મેલી ઘેલી દોડી વનવાટે, બાંવરી બની હું તારે કાજ… હો…
જમુનાજી જળ ભરવા