Sunday, 22 December, 2024

Valamiya Aana Moklo Lyrics in Gujarati

315 Views
Share :
Valamiya Aana Moklo Lyrics in Gujarati

Valamiya Aana Moklo Lyrics in Gujarati

315 Views

હે ગોરી તમારા કમખે હ …રે …
ગોરી તમારા કમખે ટનકાવું કળાયેલ મોર
એ તમે ઢેલડી થઈને આવજો એ મારા ચિતડાં કેરી ચોર

હે આંબે બેઠી કોયલ મીઠું બોલે જો
હે આંબે બેઠી કોયલ મીઠું બોલે જો
હે આંબે બેઠી કોયલ મીઠું બોલે જો
વરણાગી વાલમિયા આણા મોકલો
વરણાગી વાલમિયા આણા મોકલો

હે … હૈયે રાખો ધીરજ ઓ રૂપરાણી જો
હૈયે રાખો ધીરજ ઓ રૂપરાણી જો
એવા ઘુઘરીયાળા દાડે આણા મોકલું

હે આંબે બેઠી કોયલ મીઠું બોલે જો
હવે વરણાગી વાલમિયા આણા મોકલો
એ વરણાગી વાલમિયા આણા મોકલો

હે … સોળ વર્ષનું જોબન ના જીરવાય જો
એ સોળ વર્ષનું જોબન ના જીરવાય જો
મારી સગી સાસુના છોરા આણા મોકલો

હે … અષાડી વરસે ઝરમર જીણા મેઘ જો
એ અષાડી વરસે ઝરમર જીણા મેઘ જો
આ ખેતરડા વાવીને આણા મોકલું

એ આંબે બેઠી કોયલ મીઠું બોલે જો
અલ્યા વરણાગી વાલમિયા આણા મોકલો
વરણાગી વાલમિયા આણા મોકલો

હે …પનઘટ પાળે સૈયર મેણા બોલે જો
એ પનઘટ પાળે સૈયર મેણા બોલે જો
મારી સગી નણંદ ના વિરા આણા મોકલો

હે … નદીમાં આવ્યા ગોરી ઘોડા પુર જો
એ નદીમાં આવ્યા ગોરી ઘોડા પુર જો
હવે અંજવાળી આઠમના આણા મોકલું

એ આંબે બેઠી કોયલ મીઠું બોલે જો
વરણાગી વાલમિયા આણા મોકલો
મારા રૂપનગરની રાણી આણા મોકલું
મારા ભવભવનાં ભેરૂડા આણા મોકલો
મારા રૂદિયાને રંગનારી આણા મોકલું
મારી પ્રીત્યુંના પાતળીયા આણા મોકલો

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *