વાંગત શિવ મંદિર પરિસર- કાશ્મીર
By-Gujju29-11-2023
વાંગત શિવ મંદિર પરિસર- કાશ્મીર
By Gujju29-11-2023
આ આપણું જ કાશ્મીર છે, પાપી પાકિસ્તાને પચાવેલું પાકિસ્તાન નહીં, જો તમે ઈતિહાસ જાણતા હોવ તો કાશ્મીર ઐતિહાસિક દ્રષ્ટિકોણથી સનાતન ધર્મનો એક અચલ, મહાન અને અદ્ભુત ગઢ રહ્યો છે. કાશ્મીરમાં બધાં શ્રીનગર ના શંકરાચાર્ય મંદિર, અનંતનાગના માર્તંડ સૂર્ય મંદિર કે અવંતિપુરના મંદિરો વિષે જ જાણીએ કે જોઈએ છીએ પણ સમગ્ર કાશ્મીરમાં આવાં કેટલાંય પ્રાચીન અને પૌરાણિક મંદિરો છે જેને વિષે આપણે કશું જ જાણતા નથી.
કાશ્મીરના જીલ્લાઓ વિષે કોણે કેટલી ખબર છે ? કાશ્મીરનો એક જીલ્લો છે ગાંદરબલ / ગંદેરબલ.. આ જીલ્લામાં એક અદ્ભુત શિવ મંદિર સ્થિત છે જે લગભગ ઇસવીસન ૨૦૦૦ વર્ષ પુરાણું છે. ચોક્કસ જગ્યાનું નામ કહું તો એનું નામ છે –
વાંગત શિવ મંદિર
આ એકલું શિવ મંદિર નથી કારણકે આ તો એક મંદિર પરિસર છે.અહી ઘણા મંદિરો સ્થિત છે. અહીં જે મુખ્ય શૈવ મંદિર છે એ #નારાનાગ_શિવ_મંદિર આ મંદિર આપણે જ આપણા લોકો દ્વારા ભુલાવીદીધું છે કારણકે આ મંદિર વિષે કોઈનેય કશી ગતાગમ ન હોવાથી તે જોવાં કોઈ જતું જ નથી. ખબર હોય તો જાય ને !
અરે….. આ મંદિર જેટલાં પણ લોકોએ જોયું છે એ લોકો આશ્ચર્યચકિત થઈ ગયાં છે કે, આટલા બધાં પુરાણા મંદિરમાં તે સમયે આ પથ્થરોને કેવી રીતે જોડવામાં આવ્યાં હશે ! ક્યાય કોઈ ખચકો કે સાંધો દેખાતો નથી તેમ છતાં આજે પણ એ ભવ્ય જ લાગે છે કે જાણે હમણાં જ ના બન્યું હોય ! એટલાં જ માટે કેટલાંક ઇતિહાસવિદો આને રહસ્યમયી મંદિર તરીકે ઓળખે છે.
જો કે વર્તમાન પરિસર એ લગભગ ૧૨૫૦ વર્ષ પુરાણો છે. કારણકે એ કાશ્મીરના મહાનાયક રાજા કર્કોટ રાજવંશના લલિતાદિત્ય મુક્તાપીડે ઇસવીસનની આઠમી શતાબ્દીમાં બનાવવામાં આવ્યું હતું. આ રાજા નહીં પણ મહારાજા લલિતાદિત્ય મુકતાપીડ વિષે તો કોઈ જ અજાણ નથી તેમ છતાં ભારતીય ઇતિહાસમાં એમનાં નામનો ઉલ્લેખ ઓછો જ થયેલો જોવાં મળે છે. એ આપણી અને આપણા ઇતિહાસની કમનસીબી છે આ એક રાજવી છે કે જેમણે ચીનનું બેજિંગ જીતી લીધું હતું. તેમના ૪૦ વર્ષના રાજ્યકાળમાં તેમણે ૩૮ વર્ષ યુધ્ધમાં ગાળ્યા હતાં. તેઓ લગભગ બધાં જ યુધ્ધો જીત્યાં હતાં ! ચલો…. છોડો એ વાત ! કારણ કે મહારાજવી લલિતાદિત્ય મુક્તાપીડ પર હું એક અતિદીર્ઘ લેખ લખી જ ચુક્યો છું
જે તમને લલિતાદિત્ય મુક્તાપીડ અહીં વાંચવા મળશે. જો સમય મળે તો એ વાંચી જજો બધાં !
રાજા લલિતાદિત્ય મુક્તાપીડે જ અનંતનાગનું જગવિખ્યાત સૂર્યમંદિર પણ બંધાવેલું જે આજે તો ખંડેર અવસ્થામાં પણ એની ભવ્યતાની ઝાંખી કરાવતું ઉભું છે. શૈલી આ બન્ને મંદિરની એક જ છે જે તે સમયની કાશ્મીરની અતિપ્રખ્યાત શૈલી હતી તે જ એમ તો આ મંદિર પણ અત્યારે તો ભગ્નઅવસ્થામાં જ છે માર્તંડ સૂર્યમંદિરની જેમ જ સ્તો !
થોડી ક ઇતિહાસની વાત કરી લઈએ. આ બંને મંદિર એ ઇસવીસનની આઠમી શતાબ્દીમાં બંધાયા હતાં. એ વખતે કોઈ મુસ્લિમ હતાં જ નહીં કારણકે ઇસ્લામ ધર્મ ત્યાર પછી ભારતમાં અસ્તિત્વમાં આવ્યો હતો રહી વાત આક્રમણોની તો એ ત્ત્યાર પછી પણ નહોતાં થયાં જે થયાં એ સાઠગાંઠથી જ થયાં હતાં પણ નવમી સદીથી તે લગભગ ૧૪મી સદી સુધી તેઓ કોઈ મોટી છાપ પાડી ન્હોતાં શક્યાં સિવાય કે મુસ્લિમોનો કાશ્મીરમાં પગપેસારો!
ઇસવીસન ૧૩૮૯થી ઇસવીસન ૧૪૧૩માં શાહ મીરી વંશનો છઠ્ઠો સુલતાન સિકંદર શાહ ગાદીએ આવ્યો આ જ અરસામાં કાશ્મીરની પનોતી બેઠી. કશ્મીરો પંડિતો માર્યા તેમનું ધર્મપરિવર્તન થયું અને આ જ અરસામાં તેમનો પલાયનવાદ શરુ થયો. આ સિકંદર શાહ એ સીધી રીતે ગાદીપતિ નહોતો થયો. એ પિતાની હત્યા કરીને જ ગાદીએ બેઠો હતો. આ અગાઉ તે હિંદુ રાજાના રાજદરબારમાં ઉચ્ચ પદે બિરાજમાન હતો. આ સિકંદર શાહનું એક બીજું નામ છે સિકંદર બુટશિકન ! આમ તો બુટશિકનનો સીધો અર્થ થાય છે – મૂર્તિઓનો તોડનાર. આણે જ કાશ્મીરમાં મંદિરો સૌથી વધુ તોડયા હતાં. આનો ઉલ્લેખ એ એક માત્ર ગ્રંથ રાજતરંગીણી કેજે ઈસ્વીસનની ૧૫મી સદીમાં લખાયો છે જોનારાજ કે જે કાશ્મીરી બ્રાહ્મણ હતાં તેમાં જ મળે છે બીજાં કશામાં નહીં ! આ પુસ્તકમાં કેટલું તથ્ય છે તે તો રામ જાણે ! પણ કાશ્મીરમાં મંદિરો તૂટ્યા હતાં તે હકીકત છે !
પણ એનાથી એ સાબિત નથી થતું કે માર્તંડ સૂર્ય મંદિર અને વાંગત શિવમંદિર પરિસરના મંદિરો આ સિકંદરે તોડયા હોય ! આ બંને મંદિરો બંધાયા છે ઇસવીસનની આઠમી સદીમાં અને તૂટયાં છે છેક ૧૪મી સદીમાં. આ બન્ને વચ્ચેનોનો ગાળો ખાસો લાંબો છે લગભગ ૬૦૦ -૭૦૦ વર્ષનો આટલા વર્ષોમાં કોઈ પણ ઈમારત અડીખમ ન જ રહે ભાઈ. કાશ્મીર રહ્યો પાછો બર્ફીલો પ્રદેશ અને ત્યાં કુદરતી આફતો પણ ઘણી આવ -જા કરતી હોય છે એટલે બની શકે એ સિકંદરે ન પણ તોડયા હોય. અરે યાર જે છે તે અદ્ભુત છે એ જ જોવાં જાણવા -માણવા હોય એ પુરતું નથી શું !
કાશ્મીરના ઈતિહાસ પર સૌથી પ્રમાણભૂત ગ્રંથ હોય તો તે છે કલ્હણનો રાજતરંગીણી. જે ઇસવીસનની ૧૨મી સદીમાં લખાયો છે જોનારાજે આ જ નામનો ગ્રંથ રચ્યો છે ૩૦૦ વર્ષ પછી ! કલ્હણના રાજતરંગીણીમાં એવું દર્શાવવામાં આવ્યું છે કે સમ્રાટ અશોકે ત્રીજી શતાબ્દી પૂર્વે (૨૩૦૦ વર્ષ પહેલાં) શ્રીનગર નામનું નગર વસાવ્યું હતું એના જ એક દીકરા જલુકાએ ( ઇસવીસન ૨૦૦ વર્ષ પૂર્વે (૨૨૦૦ વર્ષ પહેલાં) નારાનાગના પવિત્ર ચશ્મા પાસે (કાશ્મીરમાં પાણીમાં સુતેલા નાગને ચશ્મા કહેવાય છે) વાંગત ઘાટીમાં ભુતેશ્વરા તથા જ્યેષ્ઠરુદ્ર નામના બે શૈવ મંદિરોનું નિર્માણ કરાવ્યું હતું
રાજા જલુકાએ સૌથી પહેલાં ઇસવીસન પૂર્વે ૧૩૭માં નારાનાગ ચશ્મે પાસે ભૂતેશ્વરા શિવને સમર્પિત કરતું એક મંદિર બંધાવ્યું હતું. ઇસવીસન પૂર્વે ૬૧ દરમિયાન જયેન્દ્ર ભૂતેશ્વરામાં ભગવાન શિવજીની ઉપાસના કરવાં લાગ્યાં. ૮મી શતાબ્દીમાં (ઇસવીસન ૭૧૩- ઇસવીસન ૭૩૫માં) રાજવીર લલિતાદિત્ય મુકતપીડે પોતાના એક અભૂતપૂર્વ વિજય પછી ઘણી મોટી ધનરાશિ આ મંદિરમાં દાન કરી. ૯મી શતાબ્દીમાં રાજા અવંતિવર્મને આ પવિત્ર મૂર્તિઓના સ્નાન માટે ચાંદીની એક નાલી સાથે પથ્થરનો સ્તંભાધાર બનાવડાવ્યો.
!! હર હર મહાદેવ !!