Monday, 23 December, 2024

Vanke Ambode Shrinathji Lyrics in Gujarati

885 Views
Share :
Vanke Ambode Shrinathji Lyrics in Gujarati

Vanke Ambode Shrinathji Lyrics in Gujarati

885 Views

વાકે અંબોડે શ્રીનાથજીને સુંદર શ્યામ સ્વરૂપ
શ્રીવલ્લભ સુત સેવા કરે શ્રી ગોકુળના ભૂપ
શ્રીવલ્લભ સુત સેવા કરે શ્રી ગોકુળના ભૂપ
 
પાધ બાંધે વાલો જરકસી ને સુદીર વાધા સાજ
પટકા દે છે પંચરરંગના સજ્યા તે શોળે શ્રીગાર
પટકા દે છે પંચરરંગના સજ્યા તે શોળે શ્રીગાર
 
કેસરી તીલક સોહામણા નાસીકા વિશ્ર્વાધાત
ચિબુકની અતિ કાન્તિ છે કંઠે મોતીના હાર
ચિબુકની અતિ કાન્તિ છે કંઠે મોતીના હાર
 
હડપતીયે હિરલો જગમગે એના તેજતણો નહિ પાર
અધરબિંબ રસિક છે જળકે છે જ્યોત પ્રકાશ
અધરબિંબ રસિક છે જળકે છે જ્યોત પ્રકાશ
 
બાહે બાજુબંધ બેરખા હરીના કેસરીયાળા કેશ
નીરખ્યા ને વળી નીરખું એનો પાર ના પામેશે
નીરખ્યા ને વળી નીરખું એનો પાર ના પામેશે
 
ડાબી બાજુએ ગિરિવર ધર્યા ને જમણે કટી મધ્યભાગ
કૃપા કરો શ્રીનાથજી મારા હૈયા ટાઢા થાય
કૃપા કરો શ્રીનાથજી મારા હૈયા ટાઢા થાય
 
પાયે ઘુઘરી રણઝણે મોજડિએ મોતીનો હાર
કૃપા કરો શ્રીનાથજી બલીહાર માધવ દાસ
કૃપા કરો શ્રીનાથજી બલીહાર માધવ દાસ
 
માધવદાસ કહે હરી મારૂં માગ્યું આપો મહારાજ
લળી લળી કરૂં વિનંતી મુને દેજો વ્રજમાં વાસ
લળી લળી કરૂં વિનંતી મુને દેજો વ્રજમાં વાસ
વાકે અંબોડે શ્રીનાથજીને સુંદર શ્યામ સ્વરૂપ
શ્રીવલ્લભ સુત સેવા કરે શ્રી ગોકુળના ભૂપ
શ્રીવલ્લભ સુત સેવા કરે શ્રી ગોકુળના ભૂપ

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *