Thursday, 21 November, 2024

વરદ વિનાયક ગણપતિ મંદિર – મહડ

127 Views
Share :
વરદ વિનાયક ગણપતિ મંદિર

વરદ વિનાયક ગણપતિ મંદિર – મહડ

127 Views

અષ્ટવિનાયક – ૪ 

વરદવિનાયક મંદિર 

એવું કહેવાય છે કે આ વરદવિનાયક મંદિર ૧૭૨૫માં સુબેદાર રામજી મહાદેવ બિવલકર દ્વારા બનાવવામાં આવ્યું હતું. મંદિર પરિસર સુંદર તળાવની એક બાજુએ બનેલું છે. મહાડ વરદવિનાયક મંદિરનો દીવો ૧૮૯૨થી સતત પ્રગટતો જ રહ્યો છે.

પૂર્વ દિશામાં બનેલું આ અષ્ટવિનાયક મંદિર ઘણું પ્રખ્યાત છે અને અહીં રિદ્ધિ અને સિદ્ધિની મૂર્તિઓ પણ જોવા મળે છે.

મંદિરની ચારે બાજુ હાથીની મૂર્તિઓ કોતરવામાં આવી છે. મંદિરનો ગુંબજ સુવર્ણ શિખર સાથે ૨૫ ફૂટ ઊંચો છે. મંદિરની ઉત્તર બાજુએ ગૌમુખ જોવા મળે છે, જે પવિત્ર નદીના પ્રવાહ સાથે વહે છે. મંદિરના પશ્ચિમ ભાગમાં એક પવિત્ર તળાવ છે.

આ મંદિરમાં મુશક, નવગ્રહ દેવતા અને શિવલિંગની મૂર્તિઓ પણ છે.

આ અષ્ટવિનાયક મંદિરમાં, ભક્તો ગર્ભગૃહમાં પણ પ્રવેશી શકે છે અને ત્યાં તેઓ શાંતિથી ભગવાનને અંજલિ આપે છે અને તેમની ભક્તિમાં મગ્ન થઈ જાય છે.

આખા વર્ષ દરમિયાન હજારો ભક્તો વરદવિનાયક મંદિરે ભગવાનના દર્શન કરવા આવે છે. આપણે માઘ ચતુર્થી જેવા તહેવારોના દિવસોમાં મંદિરમાં લાખો લોકોની ભીડ જોવાં મળે છે.

!! જય શ્રી ગણેશજી !!

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *